સંજેલીના પ્રતાપપુરા ગામે પતિ તથા સાસરીયાઓના ત્રાસથી પરણિતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે રહેતી એક ૨૬ વર્ષિય પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપી તેમજ પતિ અન્ય સ્ત્રી સાથે આડો સંબંધ રાખતો હોઈ અને સાસરીયાઓ દ્વારા પરણિતાના પતિ માટે બીજી પત્નિ લાવવા માટે પરણિતાને હેરાન પરેશાન કરતાં હોઈ આ મામલે પરણિતાએ ન્યાયની ગુહાર સાથે મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆના નાની અસાયડી ગામે પટેલ ફળિયામાં હાલ પોતાના પિયરમાં રહેતી અને સંજેલીના પ્રતાપપુરા ગામે બારીયા ફળિયામાં રહેતા આશિષકુમાર છત્રસિંહ બારીઆ સાથે તારીખ ૧૬.૦૪.૨૦૨૩ના રોજ લગ્ન કરેલ ૨૬ વર્ષિય પાયલબેન કનુભાઈ બારીઆને તેના પતિ આશિષકુમાર તેમજ તેમના સાસરીપક્ષના છત્રસિંહ પર્વતસિંહ બારીઆ, રમીલાબેન છત્રસિંહ બારીઆ, અજીતબાઈ છત્રસિંહ બારીઆ, શર્મીલાબેન અજીતભાઈ બારીઆ અને અંજુબેન અભેસિંગ નિસરતા (રહે. નેનકી, તા.સંજેલી,જિ.દાહોદ) દ્વારા પરણિતાને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતા અને પરણિતાના પતિ આશિષકુમાર અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ રાખી પરણિતાને બેફામ ગાળો બોલી મારઝુડ કરતો હતો ત્યારે ઉપરોક્ત પરણિતાના સાસરીયાઓ દ્વારા પરણિતાના પતિને ચઢામણી કરી અને પરણિતાના પતિ માટે બીજી પત્નિ લાવવા માટે પરણિતાને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા પાયલબેન કનુભાઈ બારીઆએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

