સંજેલીના કડવાના પડ ગામે દિપડાએ દેખા દેતાં વિસ્તારમાં ફફડાટ ફેલાયો
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કડવાના પડ ગામે રાત્રીના સમયે વિસ્તારમાં દિપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દિપડો વિસ્તારમાં લટાર મારતાનો વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થથાં વન વિભાગની ટીમ પણ એલર્ટ બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંજેલી તાલુકાના કડવા ના પડ ગામે રાત્રી દરમિયાન બે જેટલા દીપડા લટાર મારતા જાેવાયા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સંજેલી તાલુકો ૫૬ જેટલા ગામોનો તાલુકો છે જેમાં ચારે બાજુ જંગલ અને ડુંગરાળ વિસ્તાર આવેલો છે અને દીપડો અવારનવાર રસ્તામાં જાેવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હાલ લગ્નની સીઝન શરૂ થવાની તૈયારી થઈ ચૂકી છે જેમાં ગઈ રાત્રે દરમિયાન કરવાના પડ ગામે એક સાથે બે દીપડા લટાર મારતા જાેવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

