ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં વધુ એક બેઠક બિનહરીફ

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લા સહકારી સંઘની કુલ ૧૩ બેઠકોની તા. ૪ જાન્યુઆરી નારોજ યોજાનારી ચૂંટણીના ફોર્મ ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થઇ છે. મંગળવારે ચાર ફોર્મ પરત ખેંચાયા હતા.જેથી વધુ ત્રણ બેઠકો બિનહરિફ થઈ છે. જેમાં વિભાગ -૩ આજીવન સભ્ય બેઠક, મહેમદાવાદ અને ઠાસરા તાલુકા બેઠકનો સમાવેશ થાય છે. અગાઉ ૩ બેઠકો બિનહરિફ થઈ હોવાથી આમ કુલ ૬ બેઠકો બિનહરિફ થઈ ગઈ છે. હવે સાત બેઠકો રહી છે. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તા. ૨૩ ડિસેમ્બર છે. બાકી રહેલી બેઠકોને બિનહરિફ કરવા માટે જિલ્લા ભાજપ નેતાઓ મેદાનમાં ઉતરીને એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ખેડા જિલ્લા સહકારી સંઘની તા. ૪ જાન્યુઆરી યોજાનારી ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પરત
ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ છે. કુલ ૧૩ બેઠકો પૈકી અગાઉ જિલ્લાકક્ષા બેઠક. નાગરીક બેંક અને ગળતેશ્વર બેઠક બિનહરિફ થઈ ગઇ છે. ત્યારે મંગળવારે આજીવન સભ્ય બેઠક અને મહેમદાવાદ, ઠાસરા તાલુકાની બેઠકમાં એક એક ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતાં ત્રણેય બેઠક બિનહરિફ થઈ ગઈ છે.જેમાં આજીવન સભ્ય ધર્મેશભાઈ જે .પટેલ (જે. ડી), મહેમદાવાદ તાલુકા બેઠકમાં જયરામભાઈ રબારી અને ઠાસરામાં સંજીવભાઈ પટેલ બિનહરિફ થઈ ગયા છે. હજુ નડિયાદ, વસો, મહુધા, કઠલાલ, માતર, કપડવંજ અને ખેડા તાલુકા બેઠકના કુલ ૨૬ ઉમેદવાર છે. જેમાંથી હજુ કોઇએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું નથી. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તા. ૨૩ ડિસેમ્બર છે. ત્યારે ઉપરોકત બેઠકો બિનહરિફ થાય તે માટે ભાજપ સંગઠનના નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. જેમાંથી ભાજપને બાકી રહેલી સાત બેઠકો પૈકી કેટલી બેઠકો બિનહરિફ કરવામાં સફળતાં મળે તે જોવાનું રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!