દાહોદમાંથી પસાર થતાં અમદાવાદ ઈન્દૌર નેશનલ હાઈવે પર આવેલ ખંગેલા ચેક પોસ્ટ પરથી રૂા.૩૪.૩૦ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે આઈસર ગાડી ઝડપી પાડી

દાહોદ તા.૧૮

દાહોદ તાલુકાના ખંગેલા ચેકપોસ્ટ પરથી દાહોદ એલસીબી પોલીસે એક આઈસર ગાડીમાંથી ઘાસ (પરાળ)ની આડમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂનો રૂપીયા૩૪,૩૦,૨૭૨ના પ્રોહીબીશનના જથ્થા સાથે આઈસર ગાડીની કિંમત વિગેરે મળી પોલીસે કુલ રૂા.૪૪,૫૦,૨૭૨ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

આગામી ૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને દાહોદ જિલ્લા તેમજ ગુજરાત રાજ્યના બુટલેગરો ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવામાં બેફામ બની રહ્યાં છે. દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલ જિલ્લો છે તેમાંય આ બંન્ને રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું કારસ્તાન બુલટલેગરો દ્વારા અવાર નવાર કરવામાં આવતું હોય છે. આવા સમયે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ ગુન્હાઓમાં અને તેમાંય ખાસ કરીને વિદેશી દારૂની બદીને ડામવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી રહી છે. આવા સમયે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.૧૮મી ડિસેમ્બરના રોજ દાહોદમાંથી પસાર થતાં ઈન્દૌર-ગોધરા નેશનલ હાઈવે ઉપર આવેલ ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક આઈસર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. આઈસર ગાડી નજીક આવતાંની સાથે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર ચાલક તથા તેની સાથેના અન્ય એક વ્યક્તિ મળી બંન્ને પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે આઈસર ગાડીની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આઈસર ગાડીમાં ઘાસ (પરાળ)ની આડમાં વિદેશી દારૂની પેટીઓ નંગ.૯૮૧૬ કિંમત રૂા.૩૪,૩૦,૨૭૨ની કિંમતનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડી આઈસર ગાડીની કિંમત વિગેરે મુદ્દામાલ મળી પોલીસે કુલ રૂા.૪૪,૫૦,૨૭૨ના મુદ્દામાલ સાથે ગાડીમાં સવાર ભેરારામ ભાકરારામ ખીચડ અને રમેશવરલાલ ટીડમલરામ સિયાગ (બંન્ને રહે. રાજસ્થાન) ની પોલીસે અટકાયત કરી આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!