પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થીઓને એલપીજી સિલિન્ડરનું વિનામુલ્યે રીફીલીંગનો લાભ મળવાપાત્ર : ગેસ એજન્સીનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવી લેવો
દાહોદ તા.૨૦
પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના તમામ લાભાર્થીઓને વર્ષમાં ૨(બે) વખત એલપીજી સિલિન્ડરનું વિનામુલ્યે રીફીલીંગ કરી આપવાની યોજના અમલમાં છે. જે અંગે વર્ષ – ૨૦૨૪ ના ઓકટોબર થી ડીસેમ્બરના સમયગાળામાં મળવાપાત્ર યોજનાનો લાભ લેવા બાબતે વંચિત રહી ગયેલ લાભાર્થીઓએ લાભ મેળવી લેવો.
દાહોદ જિલ્લામાં આવેલ પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના તમામ લાભાર્થીઓને જણાવવાનું કે, ગુજરાત સરકારશ્રીના તા.૧૫/૦૩/૨૦૨૪ ના અ. ના. પુ. ગ્રા. બા. વિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક: FCSCAD/NEW/e-file/5/2023/2275/B અન્વયે તમામ લાભાર્થીઓને વર્ષમાં ૨(બે) ગેસ સિલિન્ડર વિનામુલ્યે રીફીલીંગ કરી આપવાની યોજના અમલમાં છે. જે વર્ષ-૨૦૨૪ માં ઓકટોબર થી ડિસેમ્બરના સમયગાળા દરમ્યાન એક સિલિન્ડરનો વિનામુલ્યે લાભ મળવાપાત્ર છે. જે અન્વયે અત્રેના જિલ્લામાં ઘણા લાભાર્થીઓએ હજુ સુધી ૫૫% લાભાર્થીઓએ આ લાભ મેળવેલ નથી. જેથી તમામ ઉજજવલા યોજનાના લાભાર્થીઓને ચાલુ માસ દરમ્યાન ગેસ એજન્સીનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવે છે.

