દાહોદમાં આજે ૩૯ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં ખળભળાટ મચ્યો : આરોગ્ય તંત્ર સમેત દાહોદ જિલ્લા વહીવટી તંત્રની ચિંતામાં વધારો

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી

દાહોદ, તા.ર૧
દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ(કોમ્યુનિટી સ્પ્રેડ) લોકલ સંક્રમણમાં આવતા પરિસ્થિતિ બેકાબુ અવસ્થામાં જોવા મળી રહી છે.અનલોક ૨ ના પ્રથમ દિવસથી જ દાહોદમાં કોરોનાઍ પગ પેસારો કરતા દિન પ્રતિદિન વધતા જતા કેસોની સંખ્યાએ શહેરીજનો સહીત જિલ્લાવાસીઓમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.તેમાંય કોરોનાએ દાહોદ શહેરને પોતાના અજગરી ભરડામાં લેતા કોરોના નોંધાયેલા કુલ કેસોમાં દાહોદ શહેરમાં મહત્તમ કેસો નોંધાવા પામ્યા છે. દાહોદ શહેરના તમામ વિસ્તારોમાં કોરોનાના પંજામાં જકડાતા કોરોનાના કહેરથી કોઈ પણ વિસ્તાર બાકાત રાહ્યો નથી. જેના લીધે દાહોદ શહેરની પરિસ્થિતિ દિન પ્રતિદિન બદથી બદતર જોવા મળી રહી છે.આ પરિસ્થિતિને જોતા દાહોદ શહેર ખુબ જ નજીકના સમયમાં કોરોનાનો હોટસ્પોટ જાહેર થાય તેમાં કોઈ બે મત નથી. આરોગ્ય વિભાગે ગઇકાલે ૧૯૩ જેટલાં સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા જે પૈકી ૧૫૪ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે
(૧) હઠીલા વિઠ્ઠલભાઈ તેરસીંગભાઈ (ઉ.વ.૩૬, નીશાળ ફળિયું,છાપરી), (૨) વિમલાબેન છત્રસિંહ કોઠારા (ઉ.વ.૬૫, ગોવિંદનગર, દાહોદ), (૩) શબેરા શબીર નલવાયા (ઉ.વ.૬૫,રહે.દાહોદ), (૪) મુસ્તાકભાઈ શાદીકભાઈ વલીનાબુ (ઉ.વ.૫૫, રહે.દાહોદ), (૫) ઝેહરા હુસેન નગદી (ઉ.વ.૩૦, રહે.ગોધરા રોડ, દાહોદ), (૬) મુકેશભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (ઉ.વ.૩૮, રાછરડા,દાહોદ), (૭) સંજયભાઈ ભીખાભાઈ ભાટીયા (ઉ.વ.૪૫, ઈન્દૌર રોડ,દાહોદ), (૮) હસમુખભાઈ કચરાભાઈ માવી (ઉ.વ.૩૫, સોનીવાડ,દાહોદ), (૯) ક્રિષ્ણાકાન્તા રાજેન્દ્રકુમાર પારેખ (ઉ.વ.૬૦, રહે.હનુમાન બજાર, દાહોદ), (૧૦) સરલાબેન હિતેન્દ્રકુમાર પડવાલ (ઉ.વ.૩૫. રહે. લક્ષ્મીનગર,દાહોદ), (૧૧) રાજુભાઈ વિરસીંગભાઈ રાઠોડ (ઉ.વ.૪૫, ગરબાડા,તા.ગરબાડા,જિ.દાહોદ) (૧૨) સીરાજભાઈ અબ્બાસભાઈ ભાડરવા (ઉ.વ.૭૦, રહે.ઠક્કર ફળિયા, દાહોદ) (૧૩) નર્મદાબેન જયનારાયણ શાહ (ઉ.વ.૮૦, રહે.ઈન્દૌર રોડ,દાહોદ), (૧૪) જયેશ કાલીદાસ પરમાર (ઉ.વ.૪૪, ડબગરવા,દાહોદ), (૧૫) મુર્તુઝા શબ્બીરભાઈ નલાવાલા (ઉ.વ.૨૫, રહે.નજમી મહોલ્લા,દાહોદ), (૧૬) અનીતાબેન દિપકભાઈ અગ્રવાલ (ઉ.વ.૪૮, ગોદી રોડ, દાહોદ), (૧૭) દિપક નંદલાલ અગ્રવાલ (ઉ.વ.૪૮, રહે.ગોદી રોડ,દાહોદ), (૧૮) શ્રેય પ્રવિણચંદ્ર દોષી (ઉ.વ.૨૬, રહે.ગોદી રોડ,દાહોદ), (૧૯) બલવંતભાઈ શિવનારાયણભાઈ કોલી (ઉ.વ.૪૨, પરેલ,દાહોદ), (૨૦) સચીનભાઈ રમેશભાઈ સુથાર (ઉ.વ.૩૬, મંડાવરોડ,દાહોદ), (૨૧) હાતીમભાઈ ઈબ્રાહીમભાઈ ચુનાવાલા (ઉ.વ.૩૬, રહે.દાહોદ), (૨૨) હીરાલાલ મનસુખલાલ પ્રજાપતિ (ઉ.વ.૩૬, રહે.મંડાવ ચોકડી,દાહોદ), (૨૩) શાબ્બી હુસેનભાઈ ઝુપડાવાલા (ઉ.વ.૭૨, રહે.ચલાવાલાની શેરી, દાહોદ), (૨૪) શાબેરાબેન અસગરભાઈ લતીફ (ઉ.વ.૬૩,રહે.હુસૈની મહોલ્લા,દાહોદ), (૨૫) અર્શ નગીનભાઈ પટેલ (ઉ.વ.૨૩, મંડાવ રોડ,દાહોદ), (૨૬) નીપમ બીપીનચંદ્ર કડીયા (ઉ.વ.૫૪, ગોકુલ સોસાયટી, દાહોદ), (૨૭) ચીરાગ પ્રદિપ હઠીલા (ઉ.વ.જીવનદીપ સોસાયટી,દાહોદ), (૨૮) સુનીલ ભુરા હઠીલા (ઉ.વ.૨૫, રાણાપુર બુઝુર્ગ,દાહોદ), (૨૯) સંગીતાબેન નેવાસ પરમાર (ઉ.વ.૩૪, લક્ષ્મીપાર્ક,દાહોદ), (૩૦) તારાબેન ફખરૂદ્દીનભાઈ ઝાલોદવાલા (ઉ.વ.૮૨, હુસૈની મહોલ્લા,દાહોદ), (૩૧) અનીલ જાદવ પંચાલ (ઉ.વ.૫૦, લીમડી,તા.ઝાલોદ,જિ.દાહોદ), (૩૨) પારૂલ અનીલ પંચાલ (ઉ.વ.૪૨, રહે.લીમડી,તા.ઝાલોદ,જિ.દાહોદ), (૩૩) સંપાદબેન જશવંતલાલ ચૌહાણ (ઉ.વ.૬૫, રહે.સોનીવાડ,દાહોદ), (૩૪) બીલ્કીશબેન બુરહાનભાઈ કાન્લા (ઉ.વ.૪૦,રહે.દેસાઈવાડા,દાહોદ), (૩૫) હિતેશભાઈ બિપીનચંદ્ર દેસાઈ (ઉ.વ.૬૧, રહે.દેસાઈવાડા,દાહોદ), (૩૬) કૌશલ્યાબેન કલ્યાણદાસ રામચંદાણી (ઉ.વ.૭૯, રહે.અંકુર સોસાયટી,દાહોદ), (૩૭) પ્રદિપ સંજયસિંહ બામણ (ઉ.વ.૩૯, રહે.ગોવિંદનગર,દાહોદ), (૩૮) ચંદુભાઈ ડાહ્યાલાલ ચૌહાણ (ઉ.વ.૫૫, મોચીવાડ,દાહોદ) અને (૩૯) મહીપાલ કસ્તુરચંદ દોશી (ઉ.વ.૬૯, રહે.દૌલતગંજ બજાર,દાહોદ) સહીત કોરોનાના વિસ્ફોટ સમા ૩૯ પોઝીટીવ કેસોંએ જિલ્લાવાસીઓના જીવ પડીકે બાંધી દીધા છે.આજરોજ પોઝીટીવ નોંધાયેલા કુલ ૩૯ દર્દીઓમાંથી એકલા દાહોદ શહેરમાં ૩૪ કેસો નોંધાતા એક પ્રકારનો ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે.જ્યારે હાલ આરોગ્ય વિભાગે આજરોજ કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે ટ્રેસીંગ કરી તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે.તેમજ જેતે વિસ્તારને કંટેઇન્મેન્ટ એરીયા જાહેર કરી સેનેટાઈઝ સહીત દવાના છંટકાવની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં આજરોજ નવા નોંધાયેલા દર્દીઓ સાથે કોરોનાના કુલ આંક ૨૯૪ પર પહોંચવા પામ્યો છે. જ્યારે ૧૧૦ દર્દીઓ કોરોના મુક્ત થઇ જતા હાલ કુલ જ્યારે ૧૯૨ ના રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.તેમજ ૨૦ દર્દીઓના મૃત્યુ થવા પામ્યા છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: