દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ


દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં આવેલ તમામ પ્રશ્નોના સમયસર, ઝડપી અને સુચારૂ ઉકેલ લાવવા નિકાલ લાવવા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ તમામ વિભાગના અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો.

આ બેઠક દરમ્યાન જેમાં જમીન દબાણ, જેસાવાડાથી ગરબાડા બસ સેવા શરૂ કરવા બાબત, સુજલામ સુફલામ યોજના, મધ્યાહન ભોજન, ઈ કેવાયસી તેમજ પેન્શન કેસો, પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, આંગણવાડી કેન્દ્ર, બાળ અને શ્રમિક વિભાગ, આરોગ્ય વિભાગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય માટેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના વિકાસ માટે રજૂ કરાયેલા આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષકશ્રી ડો રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટરશ્રી જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી. એમ. પટેલ સહિત, પ્રાંત અધિકારીશ્રીઓ ,ચીફ ઓફિસરશ્રીઓ , મામલતદારશ્રીઓ અને સંકલનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: