ઝાલોદ તાલુકાના દિવ્યાંગજનો માટે સ્વરોજગાર માર્ગદર્શન શિબિર તેમજ અનુબંધમ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ યોજાશે
દાહોદ તા.૨૨
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા અનુંબધમ નામ-નોંધણી કેમ્પ અને સ્વ-રોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઉમેદવારોએ પોતાના અભ્યાસ પૂર્ણ કર્યાની ઝેરોક્ષ નકલો સાથે લાવવી. આ કેમ્પમાં ઝાલોદ તાલુકાના દિવ્યાંગ ઉમેદવારો પોતાના બાયોડેટા સાથે તારીખ ૨૩-૧૨-૨૦૨૪ ના રોજ આઈ. ટી. આઈ., ઝાલોદ ખાતે સવારે ૧૦ વાગ્યે સ્વખર્ચે હાજર રહેવા તેમજ આ ભરતી મેળામાં ઝાલોદ તાલુકાના વધુમાં વધુ ઉમેદવારોને ભાગ લેવા રોજગાર અધિકારીશ્રી એ. એલ. ચૌહાણ દ્વારા જણાવાયું છે.