સંજેલીના કકરેલી ગામે વન્ય પ્રાણી દિપડાએ બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કકરેલી ગામે વન્ય પ્રાણી દિપડાએ એક બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં દિપડાના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે આ મામલે સ્થાનીક વન વિભાગના અધિકારીઓ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

સંજેલીના કકરેલી ગામે રહેતા કલ્પેશભાઈ જયંતિભાઈ રાવલના ઘરની બહાર બાંધી રાખેલ પશુઓમાંથી એક બકરાનું વન્ય પ્રાણી દિપડાએ ગતરોજ રાત્રીના સમયે બકરાનો શિકાર કરી બકરાનું મારણ કર્યુ હતું. વહેલી સવારે જ્યારે આ ઘટનાની જાણ પરિવારજનો તેમજ ગ્રામજનોને થતાં ચકચાર સાથે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ બનાવી જાણ સ્થાનીક વન વિભાગના અધિકારીઓને થતાં તેઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ઘટનાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને ગ્રામજનોના જણાવ્યાં અનુસાર, અગાઉ પણ દિપડાએ પશુઓનું મારણ કર્યુ હતું હતુ. ગ્રામજનોને રાત્રે આવવા જવામાં પણ ડરનો સામનો કરવો પડી રહ્યો છે. માટે વન વિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરવા માટે પાંજરૂ પુરવામાં આવે તેવી લાગણી અને માંગણી ગ્રામજનોમાં ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: