દાહોદ શહેરમાં ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલ પર્વ પુર્વે ધાર્મિક રેલીનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ તા.૨૩

દાહોદમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા સીએનઆઈ ચર્ચ ખાતેથી ક્રિસ્મસ પર્વે નિમિતે ધાર્મિક રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જાેડાયા હતાં. વાજતે ગાજતે આ રેલી શહેરના વિવિધ માર્ગાે પર ફરી હતી.

દાહોદમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા સીએનઆઈ ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે ધાર્મિક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જાેડાયા હતા. સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ ૨૫મી ડિસેમ્બરના રોજ થયો હતો તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં ૨૫મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવા આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે ૨૨મી ડિસેમ્બરના રોજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે સીએનઆઈ ચર્ચ દ્વારા દાહોદ શહેરમાં એક ધાર્મિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક રેલી સીએનઆઈ ચર્ચથી નીકળી શહેરના સ્ટેશન રોડ સરસ્વતી સર્કલ થઈ બિરસા મુંડા સર્કલથી પરત સાલવેશન આર્મી ચર્ચ ખાતે પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જાેડાયા હતા. ૨૫મી ડિસેમ્બરના રોજ નાતાલ પર્વની ઉજવણી કરવા માટે દાહોદના ખ્રિસ્તી સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા પોતાના ઘરો ભવ્ય રોશનીથી શણગારી દેવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: