દાહોદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલ્ટો : વાદળ છાયા વાતાવરણ વચ્ચે કડકડતી ઠંડીમાં લોકો ઠુઠવાયા

દાહોદ તા.૨૩

દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે વહેલી સવારથી જ સુર્યનારાણે દર્શન ન દેતાં લોકો કડકડતી ઠંડીમાં ઠુઠવાયા હતાં. વાતાવરણમાં અનાચક પલ્ટો આવતાં આખો દિવસ વાદળ છાયુ વાતવરણ રહ્યું હતું. તો બીજી તરફ વહેલી સવારે શઙેરના રસ્તાઓ તેમજ હાઈવે માર્ગાે ગાઢ ધુમ્મસથી ઢંકાઈ ગયાં હતાં.

હાડ થીજાવતી કડકડતી ઠંડીમાં ગુજરાત રાજ્યમાં માવઠાનું સંકટ જાેવાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી તારીખ ૨૬થી ૨૮મી ડિસેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં માવઠાના વાદળોની અસર જાેવા મળી શકે છે. અનેક રાજ્યોમાં આ સમયગાળા દરમ્યાન મેઘ ગર્જના પણ થઈ શકે છે. માવઠાની આગાહીને પગલે ખેડુતોમાં ચિંતાના વાદળો છવાઈ ગયાં છે. ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં આજરોજ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં વહેલી સવારે હાઈવે રસ્તાઓ ગાઢ ધુમ્મસથી ઢંગાઈ ગયાં હતાં. આખો દિવસ સુર્યનારાયણે દર્શન ન દેતાં લોકો કડકડતી ઠંડીમાં ઠુઠવાયા હતાં. લોકો તાપણાનો સહારો લેતાં પણ જાેવા મળ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!