નડિયાદ પોલીસ દ્વારા ટુવ્હિલર ચાલકોને વિનામૂલ્યે સ્ટેરીંગ ગાર્ડ લગાવવામાં આવ્યા

નરેશ ગનવાણી પર

જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈએ અગામી મકરસંક્રાંતિ તહેવારના પગલે જિલ્લા વાસીઓમાં જાગૃતિ લાવવા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તથા ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે. આ અંગે પ્રજાજનોમાં જાગૃતિ લાવવા સુચના અને માર્ગદર્શન આપેલ પણ હતું. જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ભરવાડએ શનિવારે  ટુ વ્હીલર વાહન ચાલકોને દોરીથી બચવા તેમજ મકરસંક્રાંતિના તહેવાર ઉપર માનવ તથા પશુ પંખીનું જીવન જોખમાય નહિ તે માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે. સાથે સાથે ટુ વ્હીલર વાહન ચાલકો સ્ટેયરીંગ ગાર્ડ લગાવવા અથવા ગળામાં મફલર અથવા રૂમાલ બાંધવા પણ અપીલ કરવામાં આવી છે.
આજે શનિવારે તેમની ટીમ સાથે ટુ વ્હીલર વાહન ચાલકોને વિનામૂલ્યે સ્ટેયરીંગ ગાર્ડ લગાવી આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!