દાહોદમાં ટ્રેનની અડફેટે ૨૫ વર્ષીય અજાણ્યા યુવકનું મોત નીપજ્યું

દાહોદ તા.૨૯

દાહોદમાંથી પસાર થતી બોરડી રેલ્વે સ્ટેશનના ટ્રેક પર કોઈ ટ્રેનને અડફેટે આસરે ૨૫ વર્ષીય અજાણ્યો યુવક આવી જતાં યુવકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ગત તા.૨૯મી ડિસેમ્બરના રોજ દાહોદ અને બોરડી રેલ્વે સ્ટેશનની વચ્ચે રેલ્વે અપ લાઈન ઉપર કોઈ અપ ટ્રેનની અડફેટે આશરે ૨૫ વર્ષીય યુવક ટ્રેનની અડફેટે આવી જતાં યુવકને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં યુવકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સ્થાનીક રેલ્વે પોલીસ તેમજ અધિકારીઓને થતાં તેઓ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં જ્યાં મૃત યુવકના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. મૃત પામેલ અજાણ્યો આશરે ૨૫ વર્ષીય યુવક શરીરે પાતળા બાંધાનો, રંગે શ્યામ વર્ણે, ઉંચાઈ પાંચ ફુટ પાંચ ઈંચ, શરીરે કાળા કલરનું આખી બાઈનું જેકેટ જેની અંદર સફેદ ભુરા રંગનું ચોકડી ડિઝાઈન વાળુ આખી બાઈનું શર્ટ પહેરેલ છે તથા કમરના ભાગે જીન્સ પેન્ટ પહેરેલ છે.

આ સંબંધે દાહોદ રેલ્વે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી મૃત યુવકના વાલી, વારસની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!