૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને દાહોદ તાલુકામાં પોલીસનું સઘન ચેકીંગ : નાસતા ફરતા આરોપીઓ તેમજ પ્રોહીબીશનના કેસોને શોધી કાઢવા પોલીસને મળેલ સફળતા
દાહોદ તા.૨૯
દાહોદ તાલુકામાં આગામી ૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને દિવસ દરમ્યાન તેમજ રાત્રી દરમ્યાન સઘન ચેકીંગ, પેટ્રોલીંગ તેમજ કોમ્બીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નશાની હાલતમાં ઈસમોને ઝડપી પાડવામાં આવ્યાંની સાથે સાથે પ્રોહીના કેસો તેમજ નાસતા ફરતા આરોપીઓને પણ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
દાહોદ શહેરમાં એ ડિવીઝન પોલીસ સ્ટેશન, બી ડિવીઝન પોલીસ સ્ટેશન તેમજ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દિવસ અને રાત્રી દરમ્યાન વાહન ચેકીંગની સાથે સાથે, નશાની હાલતમાં લોકોને ઝડપી પાડવા, પ્રોહીબીશનની પ્રવૃતિઓમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરીની સાથે સાથે હેલ્મેટ વગર ટુ વ્હીલર વાહન ચલાવનાર વ્યક્તિઓ, ટુ વ્હીલર પર ત્રિપલ સવારી કરી પસાર થતાં વ્યક્તિઓ, આરટીઓ માન્ય નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સહિત વિવિધ ગુન્હોમાં વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી સાથે સાથે સ્થળ પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લા પોલીસ વડાના જણાવ્યાં અનુસાર, દાહોદ શહેર સહિત જિલ્લામાં આગામી ૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે પોલીસ વડા દ્વારા જાહેર જનતાની અપીલ પણ કરવામાં આવી છે કે, વાહન ચલાવતી વખતે અવશ્ય હેલ્મેટ પહેરવાની વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લાને અડીને આવેલ રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરો પર પણ પોલીસ દ્વારા સતત વાહન ચેકીંગ, કોમ્બીંગ તેમજ પેટ્રોલીંગની કામગીરી સતત ખડેપગે કરવામાં આવી રહી છે.
લીમખેડા, બારીઆ તેમજ અમદાવાદ ઈન્દૌર હાઈવે પર પોલીસનું કોમ્બીંગ ઃ રૂા.૧ લાખ ઉપરાંતના દંડની રકમ વસુલ કરવામાં આવી
દાહોદ, દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશને જાેડતો જિલ્લો છે. દાહોદ જિલ્લા મારફતે ગુજરાત રાજ્યમાં આ રાજ્યો મારફતે વિદેશી દારૂ ઘુસાડવાની કામગીરી બુટેલગરો તેમજ તેમના મળતીયાઓ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે આગામી ૩૧મી ડિસેમ્બરના રોજને અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ સરહદી વિસ્તારની બોર્ડરો પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે. જેમાં ગતરોજ લીમખેડા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ લીમખેડા, દેવગઢ બારીઆ તેમજ અમદાવાદ-ઈન્દૌર હાઈવે રોડ પર પોલીસે સઘન વાહન ચેકીગ તેમજ પેટ્રોલીગ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ વિસ્તારોમાં ફરજ પર નાયબ પોલીસ અધિક્ષક ૦૪, પોલીસ ઈન્સ્પેક્ટર ૧૩, પીએસઆઈ ૧૦, હેડ કોન્સ્ટેબલ ૯૫ વિગેરે પોલીસ કર્મચારીઓ દ્વારા વિસ્તારોમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતા ઓરોપીઓ તેમજ હિસ્ટ્રીશીટરોને પકડી પાડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેની સાથે સાથે નશાનો કરી વાહન ચાલતાં વાહન ચાલકો, હેલ્મેટ વગર વાહન ચલાવતાં વાહન ચાલકો, હેલ્મેટ, લાયસન્સ વગરના વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા નાઈટ વિઝન, થર્મલ ઈમેજિંગ તેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પોઈન્ટ ચેક, એરિયા સર્વેલન્સ અને કોમ્બીંગની અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અત્યાર સુધી પીળેદા ઈસમો વિરૂધ્ધ ૧૨ કેસ, એમવીએક્ટ ૧૮૫ મુજબ (નશો કરી વાહન ચલાવનાર વિરૂધ્ધ) ૧૯ કે, ટ્રાફિકને અવરોધ રૂપ તેમજ પુર ઝડપે વાહન હાંકનાર વિરૂધ્ધ ૧૦ કેસ, નાસતા ફરતા ૦૪ આરોપીઓને પકડવામાં સફળતા મેળવી તેની સાથે સાથે હેલ્મેટ વગરના મોટરસાઈકલ ચાલકો સામે ૪૭ કેસ, વધુ પેસેન્જરના કેસ ૨૮, સ્થળ દંડ પાવતીના ૧૪૪ કેસ, નંબર પ્લેટ વગરના તથા આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હોય, સીટ બેલ્ટ વગરના તથા ત્રિપલ સવારીવાળા વાહન ચાલકો વિરૂધ્ધ ૮૭ કેસ અને કાળા કાચવાળા વાહનો વિરૂધ્ધ ૨૨ કેસો કરી કુલ રૂા.૧,૦૪,૦૦૦ના દંડના રકમની વસુલાત કરવામાં આવી છે.

