ફતેપુરાના વડવાસ ગામે સગીરાએ પ્રસૃતિમાં નવજાત બાળકીને જન્મ આપ્યાં બાદ સમાજમાં બદનામી થવાના ડરે પરિવારજનોએ નવજાત બાળકીને ઝાંડી ઝાંખરામાં નાંખી ત્યજી દીધી
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડવાસ ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક સગીરાના ગર્ભવતી હોઈ સગીરાને પ્રસૃતિ સમયે નવજાત દિકરીએ જન્મ આપ્યાં બાદ પરિવારજનોએ પોતાની બદનામી થશે, તેવા ડર સાથે સગીરાની મરજી વિરૂધ્ધ નવજાત બાળકીને ગામમાં ઝાંડી ઝાંખરામાં ત્યજી દેતાં આ મામલે મહિલા સહિત ૦૬ ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંઈ હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકામાં રહેતી એક સગીરા ગર્ભવતી હોઈ ગત તા.૨૮મી ડિસેમ્બરના રોજ સગીરાને પ્રસૃતિ પીડા ઉપડતાં સગીરાને તેના પરિવારજનો દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં સગીરાએ એક નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારે સગીરાએ જે બાળકીને જન્મ આપ્યો હતો તે સ્ત્રી હોવાના કારણે સમાજમાં બદનામી થશે તેવા ડરથી સગીરાના પરિવારજનોના ભરતભાઈ પરવિનભાઈ પારગી, કપિલાબેન ભરતભાઈ પારગી, રામલાલ વક્તાભાઈ ડામોર, પ્રભુભાઈ નાથીયાભાઈ સીંગાડા, મણીબેન શંકરભાઈ સીંગાડા અને જીવણભાઈ મણીલાલ ડામોર (રહે. તમામ રહે. રાજસ્થાન) નાઓએ સગીરાને ફતેપુરાના વડવાસ ગામે ઝાંડી ઝાંખરામાં નવજાત બાળકીને જાહેરમાં ફેંકી દઈ ત્યજી દેવામાં આવી હતી. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો જ્યાં પોલીસે નવજાત બાળકીનો કબજાે લઈ નજીકના દવાખાને બાળકીને સારવાર માટે મોકલી દેવામાં આવી હતી. આ ઘટનામાં ઉપરોક્ત ૦૬ ઈસમો નવજાત બાળકીને ત્યજી દઈ ફરાર થઈ જતાં આ સંબંધે દાહોદ જિલ્લાના ફતેપુરામાં રહેતાં રાજેશકુમાર રતનસિંહ ડામોરે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

