ઝાલોદના કાળી મહુડી ગામે ગૌવંશની હત્યા કરનાર બે ઈસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાંઈ
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે બે ઈસમો દ્વારા ગૌ વંશની હત્યા કરી તેના માસને ખાવા માટે અથવા તો વેચવા માટે ગૌ વંશનું મારણ કરતાં જ્યાં ગામના લોકો આવી પહોંચતાં બંન્ને ઈસમો નાસી જવામાં સફળ રહ્યાં હતાં ત્યારે આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસે ગૌમાંસનો રૂા.૯,૨૦૦નો જથ્થો કબજે કર્યાનું જાણવા મળે છે. ગત તા.૨૭મી ડિસેમ્બરના રોજ ઝાલોદના કાળી મહુડી ગામે પુનીયા ફળિયામાં રહેતાં મંગળાભાઈ નાનજીભાઈ કટારા તથા સુભાષભાઈ ઉર્ફે ટીનુભાઈ નીનામા (બંન્ને રહે. કાળી મહુડી, પુનીયા ફળિયા, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાઓ પોતાના ખાવા માટે અથવા તો વેચવાના હેતુસર ગાયનું મારણ કરી તેના માંસના ટુકડા કરતાં તે દરમ્યાન ગામમાં રહેતાં ભરતભાઈ અબજીભાઈ નીનામા તથા તેમની સાથે અન્ય ગ્રામજનો ત્યાં આવી પહોંચતાં મંગળાભાઈ તથા તેની સાથેનો સુભાષભાઈ ઉર્ફે ટીનુભાઈ ગ્રામજનોને જાેઈ નાસી ગયાં હતાં. આ અંગેની સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ગૌ માંસનું૪૬ કિલો ગૌ માંસ કિંમત રૂા.૯,૨૦૦ના ગૌ માંસનો જથ્થો કબજે કર્યાે હતો. આ સંબંધ ભરતભાઈ અબજીભાઈ નીનામાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

