વડતાલ ટેમ્પલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીની ૧૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ ચૂંટણી યોજાશે
નરેશ ગનવાણી નડિયાદ
વડતાલ ટેમ્પલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડની આગામી ૧૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ આ ચૂંટણી યોજાવાની છે. જેને લઇને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. પ્રથમ ચરણમાં પ્રાથમિક મતદાર યાદીમાં સુધારા વધારા કરવા માટેની વાંધા અરજીઓ મંગાવવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલમાં વડતાલ તાબાના મંદિરોના વહીવટ માટે ટેમ્પલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. આ ચૂંટણી આગામી ૧૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ યોજાવાની છે. વડતાલ, સુરત, મુંબઈ, રાજકોટ, સાવદા (મહારાષ્ટ્ર) તથા કુક્ષી (મધ્ય પ્રદેશ) એમ છ સ્થળોએ સવારના ૮થી સાંજના ૫ કલાક સુધીના સમયગાળામાં યોજાવાની છે. જે માટે પ્રથમ ચરણમાં પ્રાથમીક મતદાર યાદીમાં સુધારા વધારા કરવા માટેની વાંધા અરજીઓ મંગાવવામાં આવી છે. ૧૪ ડીસેમ્બરથી ૩૦ ડીસેમ્બર ૨૦૨૪ દરમિયાન આ વાંધા અરજીઓ મંગાવવામાં આવી છે. આવતીકાલે વાંધા અરજીઓનો છેલ્લો દિવસ છે.
૩૦ ડીસેમ્બર ૨૦૨૪ના રોજ સાંજે ૪ કલાક સુધી આ વાંધા અરજીઓ સ્વિકારવામાં આવનાર છે. એ બાદ સુધારા-વધારા માટેની અરજીઓની યોગ્ય ચકાસણી કર્યા પછી જરૂરીયાત મુજબ યોગ્ય સુધારા વધારા સાથેના આખરી મતદાર યાદીઓ ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
