દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનના ગુન્હામાં નાસતાં ફરતાં આરોપીને ઝડપી પાડ્યો
દાહોદ તા.૩૦
દાહોદ એલસીબી પોલીસે ડ્રાઈવ દરમ્યાન ઝાલોદ તેમજ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓને પકડી પાડવા, પ્રોહીબીશનના ગુન્હાઓને શોધી કાઢવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ડ્રાઈવ દરમ્યાન ઝાલોદ તેમજ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્ગામાં નાસતાં ફરતાં આરોપીઓ જેમાં ચિન્ટુભાઈ ઉર્ફે ટીટુભાઈ ગળીયભાઈ મુનિયા (રહે. ગરાડુ, ડામોર ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ) અને રાકેશભાઈ સામાભાઈ બીલવાળ (રહે. લીલર, પટેલ ફળિયા, તા.જિ.દાહોદ) નાઓને તેઓના આશ્રય સ્થાનેથી પોલીસે ઝડપી પાડ્યાં હતાં. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

