દેવગઢ બારીઆની સાગટાળા પોલીસ દ્વારા અપહરણ,પોક્સોના ગુન્હામાં સંડોવાયેલ બાળ કિશોરને હસ્તગત કરવામાં આવ્યો

દાહોદ તા.૩૦

અપહરણ, પોક્સોના ગુન્હામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો બાળ કીશોરને દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆની સાગટાળા પોલીસે ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડવા, પ્રોહીબીશનના ગુન્હાઓને શોધી કાઢવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દેવગઢ બારીઆની સાગટાળા પોલીસે અપહરણ, પોક્સોમાં સંડોવાયેલ બાળ કિશોરને હસ્તગત કરવા માટે બાળ કિશોર તથા ભોગ બનનાર બહેનને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. મળેલ બાતમીના આધારે અપહરણ, પોક્સોના ગુન્હામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો બાળ કિશોરને પોલીસે ફાગીયા ગામેથી હસ્તગત કરવામાં આવ્યો હતો. આ સંબંધે સાગટાળા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!