નવનિર્માણ વ્યસન મુક્તિ કેન્દ્ર, દાહોદ ખાતે નશા વિરુદ્ધ જાગૃતતા અભિયાન યોજાયો


દાહોદ તા.૦૨

દાહોદમાં નવા વર્ષના શુભારંભ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી, દાહોદ અને નવનિર્માણ વ્યસન મુક્તિ કેન્દ્ર, દાહોદ દ્વારા આયોજિત નશા વિરુદ્ધ જાગૃતતા અભિયાન તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૫ ના બુધવારના રોજ નવનિર્માણ વ્યસન મુક્તિ કેન્દ્ર, દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ વ્યસન મુક્તિ કાર્યક્રમ નિમિતે નવનિર્માણ વ્યસનમુક્તિ કેન્દ્ર, દાહોદ દ્વારા શરાબીયત કે કોઈપણ પ્રકારનો નશો કરવો એ એક રોગ છે અને એની સારવાર શકય છે, એ વિશે વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી હતી.

આ જાન લેવા નશાનો ઈલાજ કરી શકાય છે. કાઉન્સિલિંગ થકી માનસિક બદલાવ અને વિચારોની દિશા બદલી શકાય છે. આ નશા સામે લડવા માટે વ્યસન મુક્તિ કેન્દ્ર, દાહોદ તમામ પ્રકારની સેવાઓ આપી મદદરૂપ નીવડી રહ્યું છે.
જેવી કે,

  • દર્દીને ઘરેથી કેન્દ્ર સુધી લઈ આવવાની સુવિધા…
  • નશાથી દૂર રહેવા સેશન.
  • પેશન્ટને સુવા માટે ઘર જેવી સુવિધા.
  • પેશન્ટ માટે ડિટોક્સ રૂમ.
  • પેશન્ટને કાઉન્સેલીંગ માટે અલગ મીટીંગ રૂમ.
  • સવારે ચા-બીસ્કીટ નાસ્તો, બપોરની ચા તથા.
  • બે ટાઈમ પૌષ્ટીક ખોરાક તથા સ્વચ્છ મિનરલ પાણીની સુવિધા.
  • અનુભવી કાઉન્સેલર.
  • સાઈકાટ્રીસ્ટ ડોક્ટર તથા જનરલ ફિઝીશીયન ડોક્ટરની સુવિધા.
  • પેશન્ટને મનોરંજન માટે ટી.વી.ની સુવિધા.
  • પેશન્ટને રમત-ગમત માટે ઈન્ડોર ગેઈમની સુવિધા.
  • કોર્સ પૂર્ણ કર્યા બાદ આજીવન મદદ અને માર્ગદર્શન.

આ નિમિતે તાલુકા આરોગ્ય કચેરીના ઓફિસર ડોક્ટર શૈલેષ રાઠોડ, ડોક્ટર કિંજલ નાયક, દાહોદ બી ડિવિઝન પીએસઆઇ ભગોરા, મનોચિકિત્સક ડોક્ટર રમેશ પરમાર, રિટાયર્ડ પ્રિન્સિપાલ એમ. ઝેડ. પલાસ અને નવનિર્માણ વ્યસન મુક્તિ કેન્દ્રના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિકાસ વર્મા સહિત આલ્કોહોલિક એનોનીમસ ના મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!