સંજેલીથી નેનકી જતા નિર્માણાધિન રસ્તા ઉપર અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના સંજેલીથી નેનકી જતા નિર્માણાધિન રસ્તા ઉપર અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજતા પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
સંજેલી તાલુકાના વાણિયા ઘાટી કાનજીખેડી થી નેનકી ગામ તરફ જતા માર્ગ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિને અડફેટે લેતા ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે. જોકે હાલ સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાની કામગીરી ચાલતી હોય મોટા વાહનો પસાર થતા સમયે કોઈ વાહન અકસ્માતમાં ઘટના બની હોવાનો સ્થાનિકો અનુમાન લગાવી રહ્યા છે ત્યારે ખરેખર આ વ્યક્તિનું કેવી રીતે મોત થયું છે. પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે. ત્યારે અત્યારે પોલીસે નો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખની છે કે રસ્તા કામગીરી ચાલતી હોય ત્યાં ડમ્પર થી માલ સમાન નાખવા આવતા વાહન ચાલકને રસ્તા ઉપર લાશ પડી હોવાનું ધ્યાને આવતા તેમને આસ ઼પાસના લોકો ને જાણ કરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ઘટના સંદર્ભે સંજેલી પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરતા મરણ જનાર વ્યક્તિ નેનકી ગામનાં પ્રવીણ ભાઈ ભુરશીંગ પલાસ હોવાનું બહાર આવ્યું છે ત્યારે પ્રવીણભાઈના મોતથી પરિવારજનો પર આભ ફાટી હોય તેમ માતમ છવાઈ જવા પામ્યો છે. જે જગ્યા ઉપર પ્રવીણભાઈનું મોત થયું ત્યાં હાલ નવીન રસ્તાની કામગીરી ચાલી રહી છે. ત્યારે કયા વાહનથી ઉપરોક્ત પ્રવીણભાઈનું મોત થયું તે અંગે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. હાલ અકસ્માત બાબતે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

