દાહોદમાં કોરોનાનો આતંક યથાવત્ : આજે વધુ ૨૭ કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી
દાહોદ તા.૨૨
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ(કોમ્યુનિટી સ્પ્રેડ) લોકલ સંક્રમણમાં આવતા દાહોદ શહેરમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસતી જોવા મળી રહી છે.જેના લીધે દાહોદ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનની પરિસ્થિતી જોવા મળી રહી છે.અનલોક 2 ના પ્રથમ દિવસથી જ દાહોદમાં કોરોનાઍ પગ પેસારો કરતા દિન પ્રતિદિન પરિસ્થિતિ વધુ ને વધુ વણસતી જોવા મળતા દાહોદ શહેર કોરોના સંક્રમણની નાગચૂડમાં જકડાયેલો જોવા મળી રહ્યો છે.જ્યારે કોરોનાના કહેરથી શહેરનો કોઈ પણ વિસ્તાર બાકાત રાહ્યો નથી.જેના લીધે દાહોદ શહેરની પરિસ્થિતિ દિન પ્રતિદિન બદથી બદતર જોવા મળી રહી છે.છેલ્લા બે દિવસમાં કોરોનાના 66 દર્દીઓ સામે આવતા દાહોદ ની પરિસ્થિતિ આવનારા સમયમાં કેવી કપરી હશે તેની કલ્પનાથી જ લોકોમાં કંપારી છૂટી જાય તેમ છે. આરોગ્ય વિભાગે ગઇકાલે 147 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા જે પૈકી 120 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે
૧) ધર્મેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ (ઉવ.પ૪ રહે.દાહોદ ઓપ કાલાભાઈ પેટ્રોલ પંપ), ર) કુમકુમ નરેન્દ્રભાઈ ગરાડીયા (ઉવ.૧૦ રહે.ઘનશ્યામ સોસાયટી દાહોદ), ૩) જગદીશભાઈ મોતીલાલ સુર્યવંશી (ઉવ.૬૮ રહે.દાહોદ ગોધરા રોડ), ૪) ઝુબેદાબેન હકીમુદ્દીન બોડગામવાલા (ઉવ.૮૬ રહે.દાહોદ વણઝારવાડ), પ) સુરેશભાઈ માણેકલાલ કાબરાવાલા (ઉવ.૭પ રહે.દાહોદ હનુમાન), ૬) મિતેશભાઈ બીપીનચંદ્ર દેસાઈ (ઉવ.૬૧ રહે.દેસાઈવાડ), ૭) કિરણકુમાર પુજાલાલ પરમાર (ઉવ.૩૪ રહે.નગરાળા દાહોદ), ૮) ઈકબાલ નિઝામુદ્દીન અન્સારી (ઉવ.ર૯ રહે.ઝાયડસ મેડીકલ હોસ્પિટલ), ૯) હંસાબેન હરિશચંદ્ર લાલપુરવાલા (ઉવ.૬૪ રહે.મંડાવાવ રોડ દાહોદ), ૧૦) હરૂચંદ્ર એ કે લાલપુરવાલા (ઉવ.૬૭ રહે.મંડાવાવ રોડ દાહોદ), ૧૧) ભગવાનદાસ રૂમાલ થાવરાની (ઉવ.પ૬ રહે.સ્વસ્તીક સોસાયટી દાહોદ), ૧ર) રાજેશભાઈ આસદાસ (ઉવ.૪૯ રહે.લક્ષ્મી મીલ, સીંધી સોસાયટી દાહોદ), ૧૩) પ્રકાશ આસનદાસ સહેતાઈ (ઉવ.૪પ રહે. લક્ષ્મીમીલ, સીંધી સોસાયટી, દાહોદ), ૧૪) ફાતેમા બુરહાન હોશિયાર (ઉવ.૩૪ રહે.સૈફી મહોલ્લા દાહોદ), ૧પ) મોહમ્મદ બુરહાન હોશિયાર (ઉવ.૧૪ રહે. સૈફી મહોલ્લા દાહોદ), ૧૬) બીલકીશ ફકરૂદ્દીન કુંદાવાલા (ઉવ.૭૪ રહે.દાહોદ સુજાઈ બાગ), ૧૭) રીયાઝ ઉમર મોલ્વી (ઉવ.૪૭ રહે. દાહોદ યાદગાર ચોક), ૧૮) શિવાંગી મયુરભાઈ સોની (ઉવ.૪૦ રહે. દાહોદ સ્ટેશન રોડ), ૧૯) મંજુબેન કલસીંગભાઈ કિશોરી (ઉવ.૭પ રહે.દાહોદ ગોદી રોડ), ર૦) કલસીંગભાઈ ફતાભાઈ કિશોરી(ઉવ. ૮પ રહે.દાહોદ ગોદી રોડ), ર૧) નિખીલ આર પરમાર (ઉવ.૩૧ રહે.દાહોદ), રર) ભુપેશકુમાર શ્યામલાલ શાહ (ઉવ.૪૩ રહે.દાહોદ), ર૩) મહેશભાઈ દિતાભાઈ ગરાસીયા (ઉવ.૩૯ રહે.સાંપોઈ ઝાલોદ, દાહોદ), ર૪) કલ્પેશભાઈ લક્ષ્મદાસ ભાટીયા (ઉવ.૪ર રહે. દાહોદ સહકારનગર), રપ) દેવીદાસ જયરામદાસ ખત્રી (ઉવ.પ૬ રહે. સ્વસ્તિક સોસાયટી દાહોદ), ર૬) મુસ્તુફા સૈફુદ્દીન અખતારવાલા (ઉવ.૬૦ રહે.દાહોદ નવજીવન મીલ નં.ર), ર૭) જયંતીભાઈ કાલીદાસ દેવડા(ઉવ.૭ર રહે.મોટા ડબગરવાડ દાહોદ) સહીત કોરોનાના વિસ્ફોટ સમા 27 પોઝીટીવ કેસોંએ જિલ્લાવાસીઓના જીવ પડીકે બાંધી દીધા છે.જેમાં પૂર્વ નગરપાલિકા સહીત શહેરના નામાંકિત વ્યક્તિઓનો સામેલ છે. આજરોજ પોઝીટીવ નોંધાયેલા કુલ 27 દર્દીઓમાંથી એકલા દાહોદ શહેરમાં 25 કેસો નોંધાતા એક પ્રકારનો ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે.જ્યારે હાલ આરોગ્ય વિભાગે આજરોજ કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે ટ્રેસીંગ કરી તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે.તેમજ જેતે વિસ્તારને કંટેઇન્મેન્ટ એરીયા જાહેર કરી સેનેટાઈઝ સહીત દવાના છંટકાવની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં આજરોજ નવા નોંધાયેલા દર્દીઓ સાથે કોરોનાના કુલ આંક 320 પર પહોંચવા પામ્યો છે. જ્યારે 117 દર્દીઓ કોરોના મુક્ત થઇ જવા પામ્યા છે.જ્યારે 20 દર્દીઓના મૃત્યુ થવા પામ્યા છે.
#Sindhuuday Dahod

