નડિયાદ શ્રીમતી ટી. જે. પટેલ કોલેજમા એકાઉન્ટીંગ ટેલેન્ટ હંટ યોજાઇ
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની ૩૦ થી વધારે શાળાઓનાં ધોરણ-૧૨ કોમર્સનાં અંદાજીત ૭૦૦ થી વધારે વિદ્યાર્થીઓની વચ્ચે તેમના એકાઉન્ટીંગ જ્ઞાન ની હરીફાઈ રવિવારના રોજ શ્રીમતી ટી. જે. પટેલ કોમર્સ કોલેજ, નડિયાદ ખાતે આયોજીત કરવામાં આવેલ જેમાં વિવિધ શાળાઓ તેમજ ટયુશન કલાસીસના શિક્ષકો તેમજ નગરનાં શિક્ષણપ્રેમીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું ઉદઘાટન ધી નડિયાદ એજયુકેશન સોસાયટીનાં પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંતરામ મંદિરનાં સંત નિર્ગુણદાસજી મહારાજ દ્વારા આર્શીવચન આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે ધી નડિયાદ એજયુકેશન સોસાયટીનાં હોદ્દેદારો શ્રી પરસોત્તમભાઈ પટેલ, ચંન્દ્રકાન્તભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ તરીકે વિદ્યાર્થીઓ માટે બૌધ્ધિક રમતો ઉમેરવામાં આવી હતી. સમગ્ર કોલેજ પરિસરને ફુલો તેમજ રંગોળી થી શુશોભિત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા લાઈવ મ્યુઝીક વિદ્યાર્થીઓ-ધ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનાં સુપરવાઈઝર તરીકે વિદ્યાર્થીઓએ નિષ્ઠા થી કામગીરી પૂર્ણ કરી હતી. રંગોળી તેમજ શુશોભન વિદ્યાર્થીઓની ટીમ ધ્વારા શોભાવવામાં આવ્યુ હતું. સ્પર્ધામાં ભાગ લેવા આવેલ વિવિધ શાળાઓનાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં એકાઉન્ટીંગ વિષયનો ડર દૂર થાય તે માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરીક્ષાનાં પ્રશ્નપત્ર અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમમાં અલગ તૈયાર કરવામાં આવેલ જેમાં કોલેજનાં પ્રાધ્યાપિકા નુઝહત મેડમ તેમજ હરીશભાઈ પંજાબી એ સક્રિય યોગદાન આપેલ. બૌધ્ધિક રમત-ગમત નું સંચાલન પ્રાધ્યાપિકા ઝંખનાબેન દ્વારા થયું હતું.

