દાહોદમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ:9 ડિગ્રી તાપમાન સાથે સમગ્ર જિલ્લામાં 14 કિમીની ઝડપે બર્ફીલા પવનો ફૂંકાતા લોકો ઠૂંઠવાયા

દાહોદ તારીખ

દાહોદ શહેર સહિત સમગ્ર જીલ્લામા આજે વહેલી સવારથી જ 14 કિમીની ગતીએ પવન ફૂંકાતા તાપમાનનો પારો વહેલી સવારે 9 ડિગ્રીએ પહોચ્યો હતો, તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો વધતા દાહોદ જીલ્લાવાસીઓએ ઠંડીમાં ઠુઠવાયા હતા, તીવ્ર ઠંડીના કેરણે વાતાવરણ ઠંડુગાર બનતા વહેલી સવારે રોડ ઉપર ધુમ્મસ ભર્યું છવાતા વાહન ચાલકોને વાહન ચલાવવામા મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો.

ગુજરાતમા જાન્યુઆરીની શરૂઆત થતા ની સાથે ધીરે ધીરે તાપમાનમાં ઘટાડો જોવા થતો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે બર્ફીલા ઠંડા પવનો 14 કિમીની ઝડપે ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બન્યુ હતુ, આજે વહેલી સવારથી શિયાળાની ઋતુની જમાવટ જામી રહી છે. દાહોદ શહેર સહિત સમગ્ર જીલ્લામા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં હિમ વર્ષા શરૂ થઈ છે, જેના કારણે તાપમાનમા ઘટાડો નોંધાયો છે, ગુજરાતમા આવતા પવનની દિશા બદલાઇને ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના પૂર્વના પવનો શરૂ થયા છે. બર્ફીલા પવનો ફૂકાતા દાહોદ જીલ્લાનુ તાપમાન છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટી રહ્યુ છે, ત્યારે આજે વહેલી સવારે દાહોદનુ તાપમાન 9 ડિગ્રી નોંધાયુ હતુ, આગામી દિવસોમા ઉતરાયણ પર્વ આવતો હોવાથી ઠંડીમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!