મામલતદાર કચેરી લીમખેડા ખાતે પ્રજાલક્ષી વહીવટને સરળ બનાવવા હેલ્પ ડેસ્ક” શરૂ કરવામાં આવી

દાહોદ તારી

મામલતદાર કચેરી લીમખેડા ખાતે પ્રજાલક્ષી વહીવટને સરળ બનાવવા તથા પ્રજાને ઉપલબ્ધ થતી સુવિધાઓ મેળવવામાં તકલીફ ન પડે તે હેતુસર “હેલ્પ ડેસ્ક” શરૂ કરવામાં આવેલ છે. આ “હેલ્પ ડેસ્ક” ખાતે અરજદારનું નામ, ગામનું નામ, કામની વિગત, મોબાઈલ નંબરની નોંધણી કરી અરજદારને સબંધિત શાખામાં મોકલવામાં આવે છે. જ્યાં તે પોતાની સેવા મેળવી શકે છે.

જનસેવા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થતી સેવાઓ માટે નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.) પાસે સરકારશ્રી દ્વારા નિયત કરેલ ફી લેવાની સુવિધા ઉભી કરવામાં આવેલ છે. સદર વ્યવસ્થાનો હેતુ વચેટીયાને દૂર કરી વહીવટને પારદર્શી બનાવવાનો છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ અરજદાર પાસે ફોર્મ કે સેવાના નામે વધુ પૈસાની માંગણી કરે તો પ્રાંત અધિકારીશ્રી લીમખેડા અથવા મામલતદારશ્રી લીમખેડાને રૂબરૂ અથવા ટેલીફોનીક રજુઆત/ ફરીયાદ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!