મહાયજ્ઞાના પ્રથમ દિવસે ફતેપુરા નગરમાં ભવ્ય શોભાયાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

મહાયજ્ઞાના પ્રથમ દિવસે ફતેપુરા નગરમાં ભવ્ય શોભાયાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ

દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સંપન્ન થઈ

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના માર્ગદર્શનમાં શ્રી તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ લીમડીયા ફતેપુરા દ્વારા 24 kundi ગાયત્રી

આજરોજ તારીખ 7 1 2025 ને મંગળવારના રોજ ભૂરી બા પાર્ટી પ્લોટ મેદાન ખાતેથી શોભા યાત્રા મા 1008 કળશધારી – પોથી ધારી બહેનો સાથે ભવ્ય બેન્ડવાજુ, આદિવાસી નૃત્ય ટોળી, યજ્ઞ રથ, વ્યસન મુક્તિ બેનર્સ, પીળી ટીશર્ટ વાળા યુવાનો, સદ વાક્યો, ભજન મંડળ, દૈવી શક્તિ કળશ સહિત શંખ ધારી ભાઈઓ ની ટોળી, સમગ્ર ફતેપુરા નગરના માર્ગ ઉપર શિસ્ત બધ્ઘરીતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

આ શોભાયાત્રામાં 4000 થી વધુ ભક્તોએ લાભ લીધો હતો. આ ભવ્ય શોભા યાત્રામાં ગાયત્રી મંત્ર ગુંજન, જય ઘોષ નારા, ભજન કીર્તન કરવામાં આવ્યું હતું. સમગ્ર નગર પિત્ત વસ્ત્ર પરિજનોથી ભરપૂર બન્યું હતું. નગરમાં શોભાયાત્રા પરિભ્રમણ કરીને યજ્ઞ સ્થળ ભૂરી બા પાર્ટી પ્લોટ માં આવતા ધર્મ ધજા નું આરોહણ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર અને જલ્પાબેન આમલીયાર તથા પાર્ટી પ્લોટના પરિવારના સભ્યો સ્વ:અંબાલાલ નાથુલાલ પંચાલ પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત બની ધર્મ ધજા નું આરોહણ તથા વ્યસનમુક્તિ પ્રદર્શન ઉદઘાટન કર્યું હતું.

શોભાયાત્રા સમાપનમાં કળશ ધારી બહેનોનું સ્વાગત આરતી કરવામાં આવી હતી અને પ્રાસંગિક પ્રવચન શંકરભાઈ આંમલીયાર તથા ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીંમડીયા ના વ્યવસ્થાપક રામજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આમ આજનો ભવ્ય કાર્યક્રમ દિવ્ય વાતાવરણમાં સફળતા પૂર્વક સંપન્ન થયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!