ઝાલોદ બેંક ઓફ બરોડા બેંકનું સ્થળ જન સુવિધા હેતુ ધારાસભ્ય મહેશ ભૂરીયાના પ્રયત્ન થકી બદલાયું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ બેંક ઓફ બરોડા બેંકનું સ્થળ જન સુવિધા હેતુ ધારાસભ્ય મહેશ ભૂરીયાના પ્રયત્ન થકી બદલાયું
ઝાલોદ નગરમાં બેંક ઓફ બરોડા ગામડી ચોકડી નજીક પોસ્ટ ઓફિસની ઉપર આવેલ હતી જેનું સ્થાન આજરોજ 07-01-2024 ના રોજ થી એ.પી.એમ.સી ની અંદર જન સુવિધા હેતુ લઈ જવામાં આવેલ છે. પહેલા ગામડી ચોકડી પર બેંક ઉપર હતી અને ટ્રાફિક થી ચહલપહલ કરતા વિસ્તારમાં હતી, જેથી ઉમર લાયક આવતા ખાતેદારોને ઉપર ચઢી ને જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો તેમજ ટ્રાફિક થી ધમ ધમતો વિસ્તાર હોવાથી વાહન પાર્કિંગ કરવાની ભારે હાલાકી ગ્રાહકોને ભોગવવી પડતી હતી.
આ સમસ્યા અંગે ઝાલોદ 130 વિધાનસભા ધારાસભ્ય મહેશ ભૂરીયાને જાણ થતાં તેઓએ બેંક ઓફ બરોડાના મેનેજર વિવેકભાઈ જોડે સંકલન કરી મીટિંગ કરી હતી અને ગ્રાહકને પડતી સમસ્યાના નિરાકરણ માટે એ.પી.એમ.સી મા જગ્યા ફાળવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો જેથી ઉમર લાયક આવતા બેંકના ખાતેદારો તેમજ વાહન લઈને આવતા ખાતેદારોની સમસ્યા હલ થઈ શકે. બેંક ઓફ બરોડાના મેનેજર વિવેકભાઈ દ્વારા જન સુવિધા હેતુ કાયદાકીય રીતે પ્રોસેસ હાથ ધરી હતી અને ધારાસભ્ય મહેશ ભૂરીયાના પ્રસ્તાવને વધાવી લીધો હતો. બેંક ઓફ બરોડાનું સંપૂર્ણ કાર્ય આજરોજ એ.પી.એમ.સી ખાતે આવેલ નવીન જગ્યાએ ચાલુ થતાં આવતા જતા ગ્રાહકોમાં આનંદ જોવા મળતો હતો.

