દાહોદમાં આજે ૧૮ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા

અનવરખાન પઠાણ / અજય બારીયા

દાહોદ તા.૨૪

દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ સપ્તાહ કરતા વધુ કોરોનાનો કાળો કેર યથાવત રહેવા પામ્યો છે. આજરોજ નવા કોરોના સંક્રમિત 18 દર્દીઓમાં વધારો થતાં દાહોદના જિલ્લાવાસીઓ ચિંતાતુર બન્યા છે.જોકે આજના પોઝીટીવ દર્દીઓ મળી કુલ 285 જેટલાં કોરોનાના દર્દીઓ દાહોદ શહેરમાં નોંધાવવા પામ્યા છે.જ્યારે આજરોજ વધુ 4 લોકોના મૃત્યુ થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.જોકે ઓડિટ રિપોર્ટ બાદ જ સાફ થશે કે ઉપરોક્ત લોકો કોરોનાથી કે અન્ય બીમારીઓ થી મૃત્યુ પામ્યા છે.જ્યારે આરોગ્ય વિભાગ સહીત વહીવટીતંત્રની પણ કામગીરીમાં વધારો જોવા મળી રહ્યો છે.આરોગ્ય વિભાગે ગઈકાલે 199 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી માટે મોકલ્યા હતા તે પૈકી 181લોકો ના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા છે. જ્યારે
(૧) મીલમ મહેન્દ્ર દોશી (ઉ.વ.૫૧, બોરડી,દાહોદ), (૨) નીલેશભાઈ કનૈયાલાલ કડકીયા (ઉ.વ.૫૨, દેસાઈવાડા,દાહોદ), (૩) મહામંદીકબાલ અબ્દુલરસીદ શેખ (ઉ.વ.૫૫, ગોદી રોડ,દાહોદ), (૪) કૈલાશચંદ્ર બદ્રીપ્રસાદ ખંડેલવાલ (ઉ.વ.૬૦, ગોવિંદનગર,દાહોદ), (૫) કલ્યાણદાસ લીલારામ રામચંદાણી (ઉ.વ.૮૨, ગોવિંદનગર,દાહોદ), (૬) પ્રકાશભાઈ કલ્યાણદાસ રામચંદાણી (ઉ.વ.૫૫,ગોવિંદનગર,દાહોદ), (૭) મનીષા ભાનુપ્રસાદ શાહ (ઉ.વ.૫૫, ઈન્દૌર રોડ,દાહોદ), (૮) ભાનુપ્રસાદ જયનારાયણ શાહ (ઉ.વ.૬૨, ઈન્દૌર રોડ,દાહોદ), (૯) અનીલભાઈ લક્ષ્મીકાંત દોશી (ઉ.વ.૫૪, ગોવિંદનગર,દાહોદ), (૧૦) મુકુન્દભાઈ શંકરભાઈ કામલે (ઉ.વ.૭૫, હરીજનવાસ,દાહોદ), (૧૧) પંકજભાઈ લાલાભાઈ વણઝારા (ઉ.વ.૨૪, ડી.કેબીન,દાહોદ), (૧૨) માધવીબેન કૃષ્ણકાંત શાહ (ઉ.વ.૨૩, ઈન્દૌર રોડ,દાહોદ), (૧૩) દશરથભાઈ નગીનભાઈ ડામોર (ઉ.વ.૬૧, ગોદી રોડ,દાહોદ), (૧૪) શાહ હરેન્દ્રભાઈ દલસુખભાઈ (ઉ.વ.૭૩, ઝાલોદ), (૧૫) હોશીયાર મુબીનાબેન હુસેનીભાઈ (ઉ.વ.૫૪,ઝાલોદ) (૧૬) મુલ્લામીઠાવાલા દાદુભાઈ બુરહાનભાઈ (ઉ.વ.૩૯, સંજેલી), (૧૭) લખારા સુનીલભાઈ રમેશચંદ્ર (ઉ.વ.૩૯,ઝાલોદ) અને (૧૮) ભારીયારા ફારૂક મહોમંદહુસેન (ઉ.વ.૨૬,ઝાલોદ) સહીત 18 પોજીટીવ દર્દીઓ નોંધાતા શહેર સહિત જીલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.આરોગ્ય વિભાગે સરકારી કોરોનટાઇન તેમજ હોમ કોરોનટાઇન મળી 10,512 લોકોના સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા તે પૈકી 9979 લોકોના રિપોર્ટ પેન્ડિંગ આવ્યા છે.આજના નવા ઉમેરાયેલા દર્દીઓ મળી કુલ 369 લોકો કોરોના સંક્રમિત થયા છે.જે પૈકી 123 લોકો કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા મળી જતા હાલ 223 એક્ટિવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.અને 23 લોકો કોરોના મહામારીમાં મોતને ભેટ્યા છે.જ્યારે હાલ 164 લોકોના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આરોગ્ય વિભાગે આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરી જેતે વિસ્તારને કંટેઇન્મેન્ટ એરીયા જાહેર કરવાની તજવીજ હાથ ધરી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: