શક્તિ સર્વધન 24 કુંડીયા ગાયત્રી મહાયજ્ઞ ફતેપુરા માં યજ્ઞમાં સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય રમેશભાઈ કટારા ઉપસ્થિત રહી મહાઆરતી નો લાહવો લીધો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
શક્તિ સર્વધન 24 કુંડીયા ગાયત્રી મહાયજ્ઞ ફતેપુરા માં યજ્ઞમાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર અને ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા ઉપસ્થિત રહી મહાઆરતી નો લાહવો લીધો
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગ દર્શનીમાં વંદની માતાજીની જન્મ શતાબ્દી 2026 નિમિત્તે ફતેપુરા ભુરીબા પાર્ટી પ્લોટના મેદાનમાં શક્તિ સવર્ધન 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં દાહોદ ના સાંસદ જશવંતસિંહ ભાભોર ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ફતેપુરા એપીએમસીના ચેરમેન પ્રફુલભાઈ ડામોર દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઈ અમલીયાર ખેતીવાડી મંડળીના ચેરમેન ડોક્ટર અશ્વિનભાઈ પારગી તેમજ પંચમહાલ જિલ્લા દાહોદ જિલ્લા મહીસાગર જીલ્લો રાજસ્થાન વિસ્તારમાંથી વરિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગ નું વાતાવરણ બનાવવાના સંકલ્પ સાથે વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણની દિવ્ય યોજના ને સાકાર કરવાના સૂત્રો શાંતિ કુંજ હરિદ્વારની પ્રજ્ઞા ટોળીના ટોળીનાયક શ્રી પ્રભા કાંત તિવારીજી એ યોગ સંદેશ પાઠવ્યો હતો ઉપસ્થિત આશરે 4000 થી વધુ ધર્મ પ્રેમી જનતા 24 કુંડી ગાયત્રી મહા યજ્ઞમાં ઉપસ્થિત લોક પ્રતિનિધિઓએ મહા આરતીનો લાભ લીધો હતો તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીંમડીયા ફતેપુરાના પ્રમુખ શ્રી રામજીભાઈ ગરાસીયા મંત્રી ચંદ્રસિંહ પારગી નીતિનભાઈ ભાભોર ની ટીમ રાત દિવસ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે

