દાહોદના કતવારા ગામે એક કરિયાણીની દુકાનમાં એક લાખ ઉપરાંતના સરસામાનની ચોરી છતાં ચકચાર મચી
દાહોદ તા.૦૯
દાહોદ તાલુકાના કતવારા ગામે આવેલ એક કરિયાણાની દુકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ કરિયાણાની દુકાનને નિશાન બનાવી કરિયાણાની દુકાનમાં મુકી રાખેલ કરિયાણાનો સરસામાન જેની કુલ કિંમત રૂા.૧,૧૬,૫૨૦ના જથ્થાની ચોરી કરી લઈ જતાં પંથકમાં તસ્કરોના આતંકને પગલે ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી છે.
દાહોદના કતવારા ગામે ગારી ફળિયામાં રહેતાં ધર્મેશભાઈ પનાભાઈ ખનોડની કતવારા મુકામે કરિયાણાની દુકાન આવેલ છે. તેઓની આ કરિયાણાની દુકાનમાં ગત તા.૦૭મી જાન્યુઆરીના રોજ અજાણ્યા ચોર ઈસમો કરિયાણાની દુકાનને નિશાન બનાવી કરિયાણાની દુકાનનું શટર તોડી કરિયાણાની દુકાનમાં પ્રવેશ કર્યાે હતો અને કરિયાણાની દુકાનમાં મુકી રાખેલ ખાંડના કાર્ટુન નંગ.૨, તિરૂપતિ તેલના ડબ્બા નંગ.૧૦, તિરૂપતિ તેલના ૫૦૦ ગ્રામના પાઉચ નંગ.૦૩, એક લીટર તેલની પેટીઓ નંગ.૦૨, તિરૂપતિ તેલના બે લીટર પ્લાસ્ટીકના ડબ્બાની પેટી નંગ.૦૩, તિરૂપતિ તેલના પાંચ લીટરની પેટીઓ નંગ.૦૨, એક કાર્ટુન વિમલ, પારલે-જી વિસ્કીટના પેટી નંગ.૧૦, સિલ્વર ગુટખા અડધુ કાર્ટુન, પાર્સલ ગુટખા કાર્ટુન નંગ.૦૫ તેમ ચા પીવાના કપ કાર્ટુન નંગ.૦૧ વિગેરે મળી તસ્કરોએ કુલ રૂા.૧,૧૬,૫૨૦નો સરસામાન ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે ધર્મેશભાઈ પનાભાઈ ખનોડે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

