ગરબાડાના ટૂંકી અનુપ ગામે બે ઈસમો દ્વારા ઘરમાં બાકોર ઉપાડી રોકડા રૂપિયા તેમજ ચાર બકરીઓની મળી કુલ રૂપિયા 16000 ઉપરાંતની ચોરી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાય
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટુકીઅનોપ ગામે બે ઈસમોએ એક ઘરમાં બાકોરૂ પાડી ઘરમાંથી રોકડા રૂપીયા ૮૩૦૦ તેમજ ચાર બકરીઓ મળી કુલ રૂા.૧૬,૩૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે. ગત તા.૦૮મી જાન્યુઆરીના રોજ ગરબાડાના ટુકીઅનોપ ગામે તીતરીયા ફળિયામાં રહેતાં શકરીબેન જાેખાભાઈ ખરાડના મકાનમાં ગરબાડાના ખજુરીયા ગામે ઓડ ફળિયામાં રહેતાં જવાભાઈ કુબેરભાઈ પલા તથા રાકેશભાઈ રતનાભાઈ ભાભોરનાઓએ શકરીબેનના મકાનમાં બાકોરૂ પાડી ઘરમાં પ્રવેશ કર્યાે હતો અને ઘરમાંથી રોકડા રૂપીયા ૮૩૦૦ તેમજ ચાર બકરીઓ મળી કુલ રૂા.૧૬,૩૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે શકરીબેન જાેખાભાઈ ખરાડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

