ગરબાડાના ગરબાડા તાલુકાના સીમળીયાબુઝર્ગ ગામે 45 વ્યક્તિ એ બીડી નું સળગાવે ઠુઠુ બાજુમાં પડેલ કપાસના ઘાસમાં નાખી ઊંઘી જતા લાગેલ આગમાં વ્યક્તિનું મોત નીપજ્યું
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમળીયાબુઝર્ગ ગામે આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે જેમાં એક ૪૫ વર્ષિય વ્યક્તિ જે દારૂ પીવાની તેમજ સાથે બીડી પીવાની આદત ધરાવતો હોઈ જે રાત્રીના સમયે ઉંઘતા પહેલા દારૂ પી અને બીડી પી પીધેલી બીડીનું સળગેલુ ઠુઠુ બાજુમાં કપાસના લાકડામાં નાંખી ઉંઘી જતાં કપાસના લાકડામાં આગ લાગતાં આગની ચપેટમાં ૪૫ વર્ષીય વ્યક્તિ પણ આવી જતાં શરીરે સખ્ત દાઝી જવાને કારણે મોત નીપજતાં આ ઘટનાને પગલે પંથકમાં ચરચાર મચી જવા પામી છે.
ગરબાડાના સીમળીયાબુઝર્ગ ગામે ભુરીયા ફળિયામાં રહેતાં ૪૫ વર્ષિય કરણભાઈ સામાભાઈ ભુરીયા જે દારૂ પીવાની આદત ધરાવતો હોઈ અને સાથે બીડી પીવાની પણ આદત ધરાવતો હોય જે ગત તા.૦૭મી જાન્યુઆરીના રોજ રાત્રીના ૧૧ વાગ્યાના આસપાસ દારૂ પી તેમજ સાથે બીડી પીધી હતી અને બાદમાં ઉંઘવા ગયો હતાં જ્યાં ઉંઘવા ગયો ત્યાં બાજુમાં કપાસના લાકડા પડ્યાં હતાં ત્યારે બીડી પીતા પીતા ઉંઘતા પહેલા બીડીનું સળગેલુ ઠુઠુ કપાસના લાકડામાં નાંખી ઉંઘી ગયો હતો ત્યારે સળગેલુ બીડીના ઠુઠાને પગલે કપાસના લાકડામાંમાં આગ લાગતાં આગે વીકરાળ રૂપ ધારણ કર્યુ હતું અને જેને પગલે બાજુમાં ઉંઘી રહેલ કરણભાઈ પણ આગની લપેટમાં આવી ગયાં હતાં જેને પગલે કરણભાઈ આખા શરીરે સખ્ત દાઝી જતાં તેઓનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે દાડમભાઈ ભુરકાભાઈ માવીએ ગરબાડા પોલીસ મથકે જાણ કરતાં આ સંબંધે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો તૈયાર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ મામલે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.

