આઇસીડીએસ હોલ, તાલુકા પંચાયત, ફતેપુરા ખાતે પોષણ ઉત્સવ તેમજ પોષણ ઉડાન – ૨૦૨૫ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

આઇસીડીએસ હોલ, તાલુકા પંચાયત, ફતેપુરા ખાતે પોષણ ઉત્સવ તેમજ પોષણ ઉડાન – ૨૦૨૫ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

આઈ સી ડી એસ, મહિલા અને બાળ વિકાસ અંતર્ગત ફતેપુરા તાલુકા કક્ષાએ આઇસીડીએસ હોલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ફતેપુરાની પ્રેરક ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહેલ હતા. કાર્યક્રમમાં પોષણક્ષમ આહાર અંતર્ગત વિવિધ વાનગીઓના પ્રદર્શન સાથે સ્પર્ધા પણ યોજાઇ હતી. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બાળ વિકાસ યોજના અધિકારીશ્રી દિવ્યાબેન પંજાબી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ પારગી તથા શ્રી એસ જે ચૌહાણ તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા કાર્યક્રમને અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન બજારમાં મળતા પીઝા, બર્ગર જેવા બિન પોષણક્ષમ ખોરાકથી દુર રહી પોષણયુક્ત આહાર લેવા જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત સી ડી પી ઓ શ્રીમતી દિવ્યાબેન પંજાબી દ્વારા રોજિંદા વપરાશમાં સરગવો, મિલેટ્સ, અને ટીએચઆરના ઉપયોગ અને મહત્વ અંગે સમજાવી આરોગ્યલક્ષી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર તેમજ લાભાર્થી બહેનો દ્વારા પોષણક્ષમ આહારમાંથી બનાવવામાં આવેલ વિવિધ પ્રકારની વાનગીઓના નિદર્શન તથા સ્પર્ધામાં ભાગ લેવામાં આવેલ હતો. જેમાં પટેલ મુમતાઝબેનને પ્રથમ નંબરે, બામણીયા રેખાબેનને બીજા ક્રમે તેમજ કલસવા મીનાબેનને ત્રીજા નંબરે પસંદગી થવા બદલ મહાનુભાવોના હસ્તે ઇનામ તેમજ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ હતું.આઇસીડીએસ ઘટક કચેરીના કર્મચારીઓ દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવી ઉકત કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: