દાહોદના ભંભોરી ગામેથી એક ૧૭ વર્ષિય સગીરાનું એક યુવકે અપહરણ કર્યું
દાહોદ તા.૧૧
દાહોદ તાલુકાના ભંભોરી ગામેથી એક ૧૭ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી એક યુવક અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદના રાબડાળ ગામે રહેતો પ્રવિણભાઈ મડિયાભાઈ પણદાએ દાહોદ તાલુકામાં રહેતી એક ૭ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી સગીરા જ્યારે ગામમાં આવેલ ઘંટીએ અનાજ દળાવવા જતી હતી તે સમયે તેને રસ્તામાંથી પટાવી ફોસલાવી, અપહરણ કરી લઈ પ્રવિમભાઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.