દાહોદના ઉસરવાણ ગામે દાવાના પૈસાની માંગણી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી : મહિલા સહિત ચારને ઇજાઓ પહોંચી
દાહોદ તા.૧૬
દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે દાવાના પૈસાની માંગણી બાબતે બે પક્ષો વચ્ચે થયેલ મારામારીમાં મહિલા સહિત ચાર વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોં્ચ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૪મી જાન્યુઆરીના રોજ દાહોદના ઉસરવાણ ગામે ટીંડોરી ફળિયામાં રહેતાં શંકરભાઈ સવસીંગભાઈ બારીયા, માનસીંગભાઈ જળીયાભાઈ બારીયા, સવસીંગભાઈ જળીયાભાઈ બારીયા તથા સુખરમભાઈ જળીયાભાઈ બારીયાનાઓ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાના ગામમાં રહેતાં રાજુભાઈ રતનાભાઈ બારીયાના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું સાના દવાખાના ખર્ચ બીલના પૈસા માંગે છે, ેતમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ઉપરોક્ત ચારેય ઈસમોએ લાકડી લાકડે વડે તેમજ લોખંડની પાઈપ વડે નિર્મલભાઈ અને મેઘલીબેનને શરીરે, હાથે પગે તેમજમ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે રાજુભાઈ રતનાભાઈ બારીયાએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સામાપક્ષેથી દાહોદના ઉસરવાણ ગામે ટીંડોરી ફળિયામાં રહેતાં શંકરભાઈ સવસીંગભાઈ બારીયાએ નોંધાંવેલ ફળિયામાં જણાવ્યાં અનુસાર, ગત તા.૧૪મી જાન્યુઆરીના રોજ પોતાના ગામમાં રહેતાં રાજુભાઈ રત્નાભાઈ બારીયા, નિર્મલભાઈ રાજુભાઈ બારીયા તથા ગૌતમભાઈ રાજુભાઈ બારીયાનાઓ એકપંસ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી શંકરભાઈના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તારા કાકા માનસિંગભાઈનો છોકરો વનરાજના એ એકાદ વર્ષ પહેલા કુતરાને લાકડ મારવા જતાં આ રાજુભાઈને આંખમાં વાગી જતાં દવા ખર્ચના રૂપીયા બાબતે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લાકડા વડે તેમજ મુઢ માર મારી માનસિંગભાઈ તેમજ શંકરભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું.
આ સંબંધે દાહોદ બી ડિવીઝન પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદને આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

