રૂવાબારી પ્રાથમિક શાળામાં સામાજિક કાર્યકર્તા દ્વારા બાળકોને કપડાં વિતરણ કરવામાં આવ્યા
દાહોદ તા.૧૭


આજરોજ તારીખ 16/01/2025 ને ગુરૂવાર ના રોજ અત્રે ની હોળી ફળિયા રૂવાબારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ-1 થી 5 ના તમામ બાળકોને પોતાના બાળકો સમજી ને ગામના યુવાન અને સમાજસેવી ઉત્સાહી એવા બારીઆ રતનસિંહ ભીમસિંહ દ્વારા શાળા ના તમામ બાળકો ને 2 જોડ ( શાળા ડ્રેશ૧ અને ૨ટ્રેક પેન્ટ ટીશર્ટ) કપડાં આપવામાં આવેલ છે જે શાળા ના બાળકો અને શાળા પરિવારે સ્વીકારેલ છે તેમજ વધુમાં આ શાળા ના 24 વર્ષ ના ઇતિહાસમાં શાળા ના પ્રથમ દાતા તરીકે શાળા તેમજ ગામ હર હંમેશ યાદ કરશે. શાળાના આચાર્ય ભાવિકભાઈ દવે બાળકો તેમજ શાળા પરિવાર શાળા ના પ્રથમ દાતા શ્રી બારીઆ રતનસિંહ ભીમસિંહ ભાઈ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

