ITI અને મહિલા પીટીસી કોલેજ, ઝાલોદ ખાતે સીકલસેલ એનીમિયા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
દાહોદ તા.૧૭
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટીલાવત, એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડૉ નયન જોશી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ તુષાર ભાભોર ના માર્ગદર્શન હેઠળ ર્ઓદ્યોગિક તાલીમ કેન્દ્ર, ઝાલોદ (ITI) અને મહિલા અધ્યાપન મંદિર, ઝાલોદ (PTC કોલેજ) ખાતે સિકલસેલ અનિમીયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમ્યાન સિકલ સેલ એનિમિયા વિશે સંપુર્ણ સમજ આપી, તમામ વિદ્યાર્થીઓની સિકલસેલની તપાસ કરવામાં આવી, પ્રિ – મેરેજ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત પોઝિટિવ આવેલ વિદ્યાર્થીઓનું HPLC માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું, જેમાં કુલ ૨ કોલેજમાંથી ૨૧૨ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી હતી.
આ તપાસ દરમ્યાન ૩૮ જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. જેમાં RBSK MO., સિકલસેલ કાઉન્સિલર, CHO, FHW દ્વારા જરૂરી તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી.

