કપડવંજ-નડિયાદ રોડ પર ટ્રેલર સાથે એક્ટિવાની ટક્કર, એક્ટિવા ચાલકનું મોત

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લામાં સોમવારે વધુ એક ગમખ્વાર અકસ્માત નોંધાયો છે. કપડવંજ-નડિયાદ રોડ પર સવારના સમયે બનેલી આ દુર્ઘટનામાં એક એક્ટિવા ચાલકનું કરુણ મોત નિપજ્યું છે.
સોમવારે સવારના સમયે પૂરપાટ ઝડપે જતા ટ્રેલર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં, એક્ટિવા ચાલકન ટ્રેલરના વિલ નીચે આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ ટ્રેલર ચાલક પોતાનું વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અને એક્ટિવા નંબરના આધારે મૃતકની ઓળખ માટેની કાર્યવાહી ધરી છે. અને  ફરાર થયેલા ટ્રેલર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!