ધાનપુરના વેડ ગામે મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા ચાલકનું મોત નીપજ્યું
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વેડ ગામે એક મોટર સાયકલના ચાલકની મોટરસાયકલ સ્લીપ ખાઈ જતા ગંભીર ઈજાઓને પગલે મોટરસાયકલ ના ચાલકનું મોત નીપજ્યાનો જાણવા મળે છે.
ગત તારીખ 19 મી જાન્યુઆરીના રોજ ધાનપુરના વેડ ગામે તડવી ફળિયામાં રહેતા મંગળસિંહ ઉદેસિંગભાઈ તડવી પોતાના કપચાની મોટરસાયકલ લઈ ધાનપુરના વેડ ગામે થી પસાર થઈ રહ્યા હતા તે સમયે મોટરસાયકલની વધુ પડતી ઝડપના કારણે આગળ જતા રસ્તા પર વળાંક આવતા તે સમયે મંગળસિંહભાઈએ પોતાના કબજાની મોટર સાયકલ પરનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને જેને પગલે મંગળસિંહ ભાઈ મોટરસાયકલ પરથી ફંગોળા હતા તેઓને હાથે પગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે જગદીશ કુમાર ગણપતસિંહ તડવીએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ થઇ છે.

