દાહોદ જિલ્લામાંથી બે સ્થળોએથી દાહોદ એલસીબી પોલીસે રૂપિયા 52 લાખ ઉપરાંતના અફીણ જીંડવા (પોષ ડોડા) નો જથ્થો ઝડપી પાડ્યો

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લામાંથી બે અલગ અલગ સ્થળોએથી દાહોદ એલસીબી પોલીસે એક ટ્રક અને એક ફોર વ્હીલર ગાડી મળી બે વાહનોમાંથી કુલ રૂા.૫૪,૫૨,૦૨૦ના અફીણના જીંડવા (પોષ ડોડા)ના જથ્થા સાથે ત્રણ ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ઝાલોદના ધાવડીયા ચેકપોસ્ટ ખાતે ગતરોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ધાવડીયા ચેકપોસ્ટ ખાતે આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ટ્રક ત્યાંથી પસાર થઈ હતી. પોલીસે ટ્રકને ઉભી રખાવી ટ્રકમાં સવાર નેમીચંદ સુખરામ ગોદારા અને તેની સાથેનો વિનોદભાઈ સોહનભાઈ ઈસરવાલ (બંન્ને રહે.રાજસ્થાન)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ટ્રકની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. જીપ્સમ ભરેલ થેલાઓની આડમાં સંતાડી રાખેલ અફીણના જીંડવા (પોષ ડોડા)ના થેલા નંગ.૭૬ જેનું વજન ૧૫૩૪.૮૯ કિલોગ્રામ જેની કિંમત રૂા.૪૬,૦૪,૬૭૦ના અફીણના જીંડવા (પોષ ડોડા)ના જથ્થા સાથે પોલીસે ટ્રકની કિંમત મળી કુલ રૂા.૪૯,૨૯,૫૭૦ના જથ્થા સાથે ઉપરોક્ત બંન્ને ઈસમોની પોલીસે અટકાયત કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજાે બનાવ દાહોદના કતવારા ગામ હાઈવે રોડ પર બનવા પામ્યો હતો જેમાં દાહોદ એલસીબી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે સમયે ત્યાં હાઈવે રોડ પર એક શંકાસ્પદ ફોર વ્હીલર ગાડી ઉભી હતી જેની પાસે તઈ પોલીસે ફોર વ્હીલર ગાડીના ચાલક સંતોષગીરી મેઘાગીરી ગોસ્વામી (રહે.રાજસ્થાન)ની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી અફીણ જીંડવા (પોષ ડોડા) ના થેલા નંગ.૧૫ જેનું વજન ૨૮૨.૪૫૦ કિલોગ્રામ કિંમત રૂા.૮,૪૭,૩૫૦ના અફીણના જીંડવા (પોષ ડોડા)ના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.૧૦,૯૭,૮૫૦નો મુદ્દામાલ સાથે ઉપરોક્ત ચાલકની અટકાયત કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!