વસો સેવાસદન કચેરી ખાતે પૌષ્ટીક વાનગી સ્પર્ધા યોજાયી

નરેશ ગનવાણી નડિયાદ

ટેક હોમ રેશનમાંથી બનતી વાનગીઓના ઉપયોગ અને વિસરતા ધાન્યો વિશે લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુથી આઈ.સી.ડી.એસ કચેરી દ્વારા વસો તાલુકા સેવાસદન કચેરી ખાતે પોષણ ઉત્સવ ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાની પૌષ્ટીક વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ પ્રકારની વાનગીઓનું નિદર્શન કરવામા આવ્યુ હતું.  આ સ્પર્ધામાં મીલેટ્સ અને આંગણવાડીના ટેક હોમ રેશન માંથી બનાવેલ વાનગીઓમાંથી પ્રથમ, દ્વીતીય અને ત્રુતિય કેટેગરીના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનીત  કરવામા આવ્યા હતા. 
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા પ્રોગ્રામ ઓફીસર, વસો તાલુકા પંચાયત પ્રમુખ  વસોના સી.ડી.પી.ઓ, વસો  નાયબ મામલતદાર, તાલુકા પંચાયત કચેેેરી તથા વસો આઈ.સી.ડી.એસ કચેરીના સ્ટાફ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!