દાહોદ એલસીબી પોલીસે ભાટીવાડા ગામેથી એક મોટરસાયકલ પાસેથી રૂપિયા 51000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
દાહોદ તા.૨૨
દાહોદ એલસીબી પોલીસે દાહોદના ભાઠીવાડા ગામેથી એક મોટરસાઈકલના ચાલકની અટકાયત કરી તેની પાસેથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.૫૧,૩૬૦ના પ્રોહી જથ્થા સાથે મોટરસાીકલના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદના ભાઠીવાડા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનાની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલનો ચાલક પસાર થતાં પોલીસે તેને રોકી તેની પાસેના થેલાઓની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૩૩૬ કિંમત રૂા.૫૧,૩૬૦ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલની કિંમત મળી પોલીસે કુલ રૂા.૮૬,૩૬૦ના મુદ્દામાલ સાથે મોટરસાઈકલના ચાલક મેહુલભાઈ કાળુભાઈ ભાભોર (રહે. શાકરદા, નિશાળ ફળિયું, તા.જિ.દાહોદ) નાની અટકાયત કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

