મહાગુજરાત યુનિવર્સિટી દ્વારા દીક્ષાંત સમારોહ યોજાશે.

નરેશ ગનવાણી

મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી દ્વારા તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ પહેલા દીક્ષાંત સમારોહનું યોજાશે.
આ સમારોહમાં યુનિવર્સિટીના ૨૯ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. જેમાં બે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે. આ સમારંભમાં યુનિવર્સિટી દ્વારા બે મહાનુભાવોને માનદ ડોકટર્સ ઓફ લેટર્સ (ડી.લીટ) ની પદવી પણ એનાયત કરવામાં આવશે. જેમાં સામાજિક ક્ષેત્રે જીવનભર સેવા કરનાર દિનશા પટેલને તથા વિશ્વભરમાં આયુર્વેદના પ્રચાર અને પ્રસાર કરનાર માર્ક રોઝનબર્ગને આ માનદ ડિગ્રી અર્પણ કરવામાં આવશે. આ કોન્વોકેશનમાં કેન્દ્રિય મંત્રી (શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો અને રમતગમત મંત્રી) મનસુખ માંડવીયા મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે જ્યારે અતિથી વિશેષ તરીકે પ્રવિણ કે લહેરી (પૂર્વ મુખ્ય સચિવ, ગુજરાત સરકાર), ડો. જયંતીભાઈ ભાડેશીયા (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વેસ્ટર્ન રીજીયનના સંઘચાલક) તથા ડો. અનિલકુમાર નાયક (નેશનલ પ્રેસિડેન્ટ, ઇન્ડિયન મેડીકલ એસોસિયેશન) ઉપસ્થિત રહેશે. સમારંભમાં મુખ્ય અતિથી તથા અતિથી વિશેષની સાથે યુનિવર્સિટીના પ્રમુખ  ભાસ્કરભાઈ દેસાઈ, પ્રોવોસ્ટ  પ્રો ડો. એસએન ગુપ્તા, તથા સમગ્ર યુનિવર્સિટીની ગવર્નિંગ બોડી હાજર રહેશે. આ ઉપરાંત આમંત્રિત ગુજરાતની વિવિધ યુનિવર્સિટીના મહાનુભાવો તથા અમારી યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના ડીન, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે માતૃસંસ્થા મહાગુજરાત મેડિકલ સોસાયટીને વિશાળ આર્થિક સહયોગ આપનાર મહાદાતાઓનું સન્માન પણ કરવામાં આવશે. આ સમારંભ કુંદનબેન દિનશા પટેલ ઓડિટોરિયમ ખાતે ૨૭ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકે આયોજિત યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!