ઝાલોદના પ્રથમપુર ગામે બે વ્યક્તિઓના ઝઘડા વચ્ચે છોડાવવા પડેલ એકને ધારિયા વડે માર મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી

દાહોદ તા.૨૪

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પરથમપુર ગામે જુની અદાવતના કારણે થયેલ ઝઘડા તકરારમાં વચ્ચે છોડાવવા પડેલ એક વ્યક્તિને બે ઈસમોએ ધારીયા વડે હાથે તેમજ માથાનામાં માર મારી ગંભીર ઈજાઓને પગલે વ્યક્તિનું મોત નીપજતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે જ્યારે આ ઝઘડામાં અન્ય ત્રણ વ્યક્તિઓને પણ માર મારતાં નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

ઝાલોદના પરથપુર ગામે ધોળીદાંતી ફવિયામાં રહેતાં સુભાષભાઈ સુરમલભાઈ હઠીલા સાથે પોતાના ગામમાં રહેતાં સંજયભાઈ રેવનભાઈ હઠીલા તથા રેવનભાઈ ભીમાભાઈ હઠીલાનાઓ જુની અદાવતના કારણે ઝઘડો તકરાર કરતાં હતાં. આ દરમ્યાન ઉગ્ર બોલાચાલી તાં ગામમાં રહેતાં ચીમનભાઈ, રવિકાંત તથા પિયુષભાઈ ઝઘડાને શાંત પાડવા માટે વચ્ચે પડ્યાં હતાં ત્યારે સંજયભાઈએ તેના હાથમાનું ધારીયું ચીમનભાઈને હાથના ભાગે તથા માથાના ભાગે માર ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી લોહીલુહાણ કરી ચીમનભાઈને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. સંજયભાઈ તથૌ રેવનભાઈએ રવિકાંતભાઈ તથા પિયુષભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે સુભાષભાઈ સુરમલભાઈ હઠીલાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!