દાહોદના ચોસાલા ગામની ૩૨ વર્ષિય પરણિતાને તેના પતિ તથા સાસુ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસથી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
દાહોદ તા.૨૯
દાહોદ તાલુકાના ચોસાલા ગામની ૩૨ વર્ષિય પરણિતાને તેના પતિ તથા સાસુ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી પતિ દ્વારા અવાર નવાર મારઝુડ કરતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ ન્યાયની ગુહાર સાથે મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે.
દાહોદના ચોસાલા ગામે ડુંગરી ફળિયામાં રહેતાં ૩૨ વર્ષિય નિર્મલાબેન રાજુભાઈ ડામોરના લગ્ન ગામમાં રહેતાં રાજુભાઈ જશવંતભાઈ ડામોર સાથે તારીખ ૦૫.૧૨.૨૦૧૨ના રોજ થયાં હતાં. લગ્નના બાર વર્ષ જેવુ પતિ રાજુભાઈ તથા સાસુ આરતીબેન રાજુભાઈનાઓએ પરણિતા નિર્માલાબેનને સારૂ રાખ્યા બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને અવાર નવાર પરણિતા નિર્મલાબેનને મેણા ટોણા મારી, પતિ રાજુભાઈ દ્વારા બીજી પત્નિ લાવવાનું કહી પરણિતા નિર્માલાબેનને મારઝુડ કરતો હતો જ્યારે સાસુ આરતીબેન દ્વારા રાજુભાઈને ચઢામણી કરતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા નિર્મલાબેન રાજુભાઈ ડામોરે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

