દાહોદ એલસીબી પોલીસે ઘરફોડ ચોરીના ૨ આરોપીઓને રૂપિયા ૭ લાખ ઉપરાંતના ચોરીના દાગીના અને મોટસાયકલ સાથે ઝડપી પાડયા

દાહોદ તા.૨૯

ગુજરાતના મંદીર તેમજ રાજસ્થાનના જૈન મંદીરોમાં થતી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાઓને દાહોદ એલસીબી પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સના માધ્યમથી તેમજ સ્પેશીયલ ડ્રોન દ્વારા આરોપીને ટ્રેક કરી બે પૈકી એક આરોપીને ગરબાડાના માતવા ગામે પોલીસે ડ્રોન ફરતે ખેતરોમાં આરોપીનો પીછો કરી પકડી પાડી ત્યાર બાદ તેના સહ આરોપીઓને પણ પોલીસે પકડી પાડી વિવિધ પાંચ ઘરફોડ ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓને અંજામ આપનાર પકડાયેલ બે આરોપીઓ પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ ચાંદીના દાગીના તેમજ એક મોટરસાઈકલ મળી પોલીસે કુલ રૂા.૭,૩૨,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા માટે, જુગારની પ્રવૃતિઓને અટકાવવા માટે, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે, અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે તેમજ ખાસ કરીને હાલ ઘરફોડ ચોરીના વધતાં બનાવને અટકાવવા માટે તેમજ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે આ કામગીરી દરમ્યાન દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગુજરાતના મંદીર તેમજ રાજસ્થાનના જૈન મંદીરોમાં થતી ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીે રાજેશભાઈ ઉર્ફે રાજી લાલાભાઈ ભાભોર (રહે. માતવા, મખોડીયા ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ) નો તેના રહેણાંક વિસ્તારમાં હોવાની પોલીસને બાતમી મળી હતી. મળેલ બાતમીના આધારે પોલીસે ગતરોજ તેના રહેણાંક વિસ્તારમાં અલગ અલગ ટીમો ખડકી દેતાં ઉપરોક્ત આરોપીને પકડવાનો પ્રયાસ કર્યાે હતો ત્યારે ઉપરોક્ત આરોપીને પોલીસ આવી હોવાની જાણ થતાં તેણે ભાગવાનો પ્રયાસ કર્યાે હતો અને તેના ઘર નજીકથી પસાર થતાં ખેતરોમાંથી ભાગ્યો હતો ત્યારે પોલીસે ડ્રોન મારફતે ખેતરોમાં તપાસ કરી ઉપરોક્ત આરોપીનો ખેતરોમાં પીછો કરી તેને પકડી પાડ્યો હતો. પોલીસ તેને પકડી લાવી પોલીસ મથકે લાવ્યાં બાદ તેની ઘનિષ્ઠ પુછપરછ કરી હતી જેમાં પકડાયેલ આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજીએ તેના સાગરીતો સાથે મળી દાહોદ અને બાંસવાડામાં અલગ અલગ સ્થળોએ ચોરીઓને અંજામ આપ્યો હતો. પકડાયેલ આ આરોપીને વધુ ધનિષ્ઠ પુછપરછ દરમ્યાન અન્ય એક આરોપી દિલીપભાઈ મણીલાલ સોની (રહે.મંડાવાવ રોડ, રોકડીયા સોસાયટી,તા.જિ.દાહોદ)નું પણ નામ ખુલતા પોલીસે તેને પણ પકડી લાવી તેની પણ પોલીસે ધનિષ્ઠ પુછપરછ કરતાં આ દિલીપભાઈએ વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, દાહોદ તાલુકા, ગાંધીનગર, પંચમહાલ મળી કુલ ૧૦ સ્થળોએ પોતાના સાગરીતો સાથે મળી ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હતો. પોલીસે ઉપરોક્ત બંન્ને પકડાયેલ આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના તેમજ એક મોટરસાઈકલ મળી કુલ રૂા.૭,૩૨,૭૦૦નો મુદ્દામાલ કબજે કરી દાહોદ એલસીબી પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને આરોપીઓના સાગરીતોના પણ ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!