બેંકના પૂર્વ મેનેજરે  ગ્રાહકોના ખાતામાંથી ૨૧.૨૪ લાખની ઉચાપત કરી

નરેશ ગનવાણી નડિયાદ

મહેમદાવાદના કાચ્છાઈ ગામે આવેલી ઈન્ડસઈન્ડ બેંકના પૂર્વ મેનેજર દ્વારા જ મોટી રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. નડિયાદના વાણીયાવાડ રોડ પર રહેતા ધ્રુવ હરેકૃષ્ણ દરજી, જેઓ એપ્રિલ ૨૦૨૩થી ડિસેમ્બર ૨૦૨૪ સુધી આ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા, તેમણે ૯ ગ્રાહકોના ખાતામાંથી કુલ રૂપિયા ૨૧.૨૪ લાખની ઉચાપત આચરી છે. મેનેજરે ચેક અને બેંક ટ્રાન્સફર દ્વારા આ રકમ ઉપાડી પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હતી. જ્યારે આ બાબત બેંકના ધ્યાન પર આવી અને પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેમણે નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું. ઉચાપત કરેલી રકમ પરત ન કરતાં, હાલના બેંક મેનેજર હરેશભાઈ ચૌહાણે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!