દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદના કતવારા ગામેથી પસાર થતાં ઈન્દૌર અમદાવાદ નેશનલ હાઈવે રોડ પર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૩૦મી જાન્યુઆરીના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડુે અને ગફલતભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી ચાલતા પસાર થઈ રહેલા ૭૨ વર્ષિય અમરસીંહ ઉકારસિંહ બામણ (રહે. કતવારા, નિશાળ ફળિયું,તા.જિ.દાહોદ) ને અડફેટમાં લેતાં અમરસીંહભાઈ મોટરસાઈકલની ટક્કરથી જમીન પર ફંગોળાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે સોહનભાઈ અમરસિંહ બામણે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દેવગઢ બારીઆના અલસાયડી સર્વિસ રોડ ઉપર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી ઓક્ટોમ્બર ૨૦૨૪ના રોજ અસાયડી સર્વિસ રોડ પર ભાવેશભાઈ દશરથભાઈ લબડા (રહે.રામા, લબડા ફળિયું,તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) ના પોતાના કબજાની મોટરસાઈકલ પર મોટરસાઈકલની પાછળ જગદીશભાઈ ભોપતભાઈ લબડાને પાછળ બેસાડી પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે સામેથી આવતી અન્ય એક મોટરસાઈકલ સાથે ભાવેશભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ જાેશભેર અથડાવતાં બંન્ને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ભાવેશભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે જગદીશભાઈ તથા સામેની મોટરસાઈકલ પર સવાર ચાલકને શરીરે ઈજાઓ પહોંચી હતી. આ સંબંધે દશરથભાઈ બાધરભાઈ લબડાએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

