દાહોદના મોટીખરજ ગામે વિદેશી દારૂ ભરેલ પીકઅપ ફોરવીલર ગાડી પલટી ખાધી
દાહોદ તા.૦૪
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે રોડ પર વિદેશી દારૂ ભરેલી પીકઅપ ફોર વ્હીલર ગાડી પલ્ટી ખાઈ ગાડીમાં ભરેલી બોટલો હાઈવે પર વખેરાઈ જવા પામ્યો હતો. મળતી માહિતી પ્રમાણે પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે આ પીકઅપ ફોર વ્હીલર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતાં આ ઘટના સર્જાઈ હતી.
દાહોદ જિલ્લો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરોને જાેડતો જિલ્લો છે. ગુજરાતમાં દારૂ બંધી છે. તેમ છતાં બુટલેગરો દાહોદ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓમાંથી વાહનોમાં દારુ ભરી ગુજરાતમાં પ્રવેશે છે. જેમાં આજરોજ મોટી ખરજ ગામ નજીક ગરબાડા દાહોદ હાઇવે પર પીકઅપ ગાડીમાં ભરી દારૂનો જથ્થો ભરી પીકઅપ ગાડી દાહોદ તરફ આવી રહી હતી. આ અંગેની બાતમી સ્થાનીક પોલીસને મળતાં પોલીસે આ પીકઅપ ફોર વ્હીલર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યાે હતો તે દરમ્યાન પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા દારૂ ભરેલી પીકઅપ ફોર વ્હીલર ગાડી હાઈવે પર પલ્ટી ખાઈ હતી. જેમાં પીકઅપ ફોર વ્હીલર ગાડી પલ્ટી ખાતા પીકઅપ ગાડીમાં ભરેલો ભારતીય બનાવટનો પ્રોહી જથ્થો હાઇવે પર વખેરાયો હતો. વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોના લોકોને દારુ ભરેલી પીકઅપ ગાડીનું અકસ્માત થયા હોવાની જાણ થતા સ્થળ પર લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનીક પોલીસે તાત્કાલિક રોડ પર વિખેરાયેલ વિદેશી દારૂનો જથ્થો એકત્ર કરવાની કામગીરી કર્યા બાદ ફરાર પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

