સંજેલી તાલુકાની પીડિત મહિલા ને આત્મનિર્ભર માટે ફતેપુરા નગરમાં વેજીટેબલ અને ફ્રુટની દુકાન ખોલી આપતી પોલીસમહિલા સાથે કોઈ ગેરરીતિ કે ગેરવર્તણૂક થાય નહીં તે હેતુથી લાઈવ સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી  

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

સંજેલી તાલુકાની પીડિત મહિલા ને આત્મનિર્ભર માટે ફતેપુરા નગરમાં વેજીટેબલ અને ફ્રુટની દુકાન ખોલી આપતી પોલીસમહિલા સાથે કોઈ ગેરરીતિ કે ગેરવર્તણૂક થાય નહીં તે હેતુથી લાઈવ સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી  

સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામે બનેલી ઘટનાના પડઘા દાહોદ જિલ્લા સહિત ગુજરાતમાં પડ્યા હતા.તેને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી.પીડિત મહિલાની ન્યાય મળે તે માટે દાહોદ જિલ્લા એસપી રાજદીપસિંહ ઝાલા દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તમામ 15 આરોપીઓને પકડીને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે.ત્યારે પીડિત મહિલા આત્મનિર્ભર બને તે માટે ફતેપુરા નગરમાં ફૂટ અને વેજીટેબલની દુકાન ખોલી આપવામાં આવી છે.સંજેલી તાલુકાના ઢાળસીમલ ગામે બનેલી ઘટનાને લઇ આરોપીઓને પકડીને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે.ત્યારે મહિલા ને ન્યાય મળે તેમ જ મહિલા  આત્મનિર્ભર બની શકે અને ફરીથી પોતાનું જીવન જીવી શકે તે માટે પોલીસ દ્વારા મહિલાને આત્મ નિર્ભર બનવા માટે ફ્રુટ અને શાકભાજીની દુકાન ફતેપુરા નગરમાં બસ સ્ટેશન પાસે ખોલી આપવામાં આવી છે.           

   ફતેપુરા બસ સ્ટેશન પાસે આવેલ એક દુકાનમાં 11 માસનો કરાર કરીને સીસીટીવી ફૂટેજ દ્વારા નિગ્રાણી રાખીને ફ્રુટ તેમજ શાકભાજીની દુકાન ખોલી આપવામાં આવી છે.આ મહિલા પોતાના જીવન નિર્વાહ માટે શાકભાજી તેમજ ફ્રુટનું વેચાણ કરી પોતાનું જીવન સુખદ પસાર કરે તે હેતુથી  પોલીસની સી  ટીમની નજર હેઠળ આ દુકાન ખોલી આપવામાં આવી છે.આ દુકાનમાં એક મહિના સુધી ચાલે તેટલું ફ્રુટ તેમજ શાકભાજી હોલસેલ વેપારીઓ પાસે ઓછામાં ઓછા દરે ખરીદી આ મહિલાને આપવામાં આવી છે.તદ્ઉપરાંત આ મહિલા સાથે કોઈ ગેરરીતિ કે ગેરવર્તણુક ન થાય તે માટે લાઈવ સીટીવી ફૂટેજ દ્વારા સી ટીમની નજર હેઠળ સતત નજર રાખવામાં આવશે.      

દાહોદ જિલ્લામાં રહેતી દરેકમાં -દિકરીઓનુ  પીયરીયુ પોલીસ છે.જે પણ બેન દિકરી સાથે દુર્વ્યવહાર કર્યો કે થશે તેનાં માટે તેમનાં ભાઈ તૈયાર છે. બહેન દિકરીને માન સન્માન આપવું એ ભાઈની ફરજ છે. ( ડૉ.રાજદિપસિહ ઝાલા,એસ.પી, દાહોદ જિલ્લો)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!